ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / Huge scam selling fake IPL tickets caught from Surat

IPL 2024 / સુરતમાંથી ઝડપાયું IPLની નકલી ટિકિટ વેચવાનું મસમોટું કૌભાંડ, ડુપ્લિકેટ વેબસાઈટથી લોકોને છેતરતા, 7ની ધરપકડ

Published By: Ajit Jadeja

Last Updated: 12:15 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ

ADVERTISEMENT

IPL 2024 Latest News : સુરતમાં IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે. IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા.

આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી

નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ છે. 

IPLની 17મી સીઝન ચાલી રહી છે

IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઇ છે. ત્યારે સમગ્ર દેશમાં ક્રિકેટના રસિકો દ્વારા ગ્રાઉન્ડમાં જઇને મેચને જોતા હોય છે.  મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ થઇ રહ્યુ છે. ત્યારે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન  પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓએ IPL ની વેબસાઈટ જેવી જ ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતર્યા હતા.

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

કોહલીએ બનાવ્યો રેકોર્ડ

આઇપીએલની મેચો ચાલી રહી છે જેમાં ગઇકાલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો આમને-સામને હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ RCBના ખેલાડી વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. વિરાટ કોહલી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની 100મી T20 મેચ રમી હતી.આ રીતે વિરાટ કોહલી કોઈપણ ગ્રાઉન્ડ પર 100મી T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Cyber cell Duplicate website IPL 2024 IPL 2024 Tickets Mumbai surat આઇપીએલ 2024 મુંબઇ સુરત IPL 2024 Latest News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ