બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:35 PM, 23 January 2024
ADVERTISEMENT
ઈંસ્ટાગ્રામ રિલ્સ એક એવો પ્લેટફોર્મ છે જેના પર કોઈપણ વ્યક્તિ પોતાની પ્રતિભા અને રચનાત્મકતા દેખાડવા ઈચ્છે છે. પણ જો તમારા રિલ્ઝનાં વ્યૂઝ નથી વધી રહ્યાં તો ઘણી વખત નિરાશાનો અનુભવ થતો હોય છે. પણ અમારી પાસે આ માટેનો પણ એક ઉપાય છે. ઈંસ્ટાગ્રામ રિલ્ઝમાં વ્યૂઝ વધારવા માટે તમારે કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરવા પડશે જેનાથી તમારા વ્યૂઝમાં વધારો તમે નોંધી શકશો.
ADVERTISEMENT
1. ટ્રેંડિંગ ટોપિક્સ પર ધ્યાન આપો
ઈંસ્ટાગ્રામ રિલ્સ પર સૌથી વધુ વ્યૂઝ એ REELSને મળે છે જે ટ્રેંડિંગ ટોપિક્સ આધારિત હોય છે. તેથી જ્યારે પણ કોઈ નવો ટ્રેંડ શરૂ થાય છે તો તેના આધારિત રિલ્સ બનાવવાનો પ્રયાસ કરો.
2. આકર્ષક અને મનોરંજક કન્ટેંટ
તમારી રિલ્સ જેટલી આકર્ષક અને મનોરંજક હશે તેટલા વધારે લોકો તેને જોશે. તમારી રિલ્સમાં સારી ગુણવત્તાવાળા વીડિયો અને ઓડિયોનો ઉપયોગ કરવો. સાથે જ પોતાની રિલ્સમાં એક સારી સ્ટોરી રજૂ કરવાનો પ્રયાસ કરવો. તમે લોકોને કંઈક નવું પણ શીખવાડી શકો છો.
3. યોગ્ય હેશટેગનો ઉપયોગ
હેશટેગનો ઉપયોગ કરીને તમે તમારી રિલ્સને એ લોકો સુધી પહોંચાડી શકો છો જે તે મુદા સાથે સંબંધિત છે અથવા રસ ધરાવે છે. તેથી તમારી રિલ્સ માટે સાચા અને યોગ્ય હેશટેગનો ઉપયોગ કરવો ઘણું જરૂરી છે.
4. યોગ્ય સમયે રિલ પોસ્ટ કરવી
તમારી રિલ એ સમયે પોસ્ટ કરવી જ્યારે તમારા ફોલોઅર્સ સૌથી વધુ સક્રિય હોય. તમે તમારા ઈંસ્ટાગ્રામ insightsની મદદથી તમારા ફોલોઅર્સ વિશે જાણી શકશો કે તેઓ કયા સમયે સૌથી વધુ સક્રિય હોય છે.
વધુ વાંચો: સુષ્મિતા સેનની વેબ સીરિઝ 'આર્ય 3'નું ટ્રેલર થયું રિલીઝ, અંતિમ વારમાં સિંહણ બનીને દુશ્મનો કરશે પરાજિત
5. Collaboration કરો
અન્ય ઈંસ્ટાગ્રામ ક્રિએટર્સ સાથે કોલેબરેશન કરીને તમે તેમના ફોલોઅર્સની સ્ક્રિન પર પણ દેખાઈ શકો છો. આવું કરવાથી તમારી રિલ વધુ લોકો સુધી પહોંચશે અને તમે એકબીજાને પ્રમોટ પણ કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.