બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / How can farmers save themselves from the seed mafia? On what basis does the Agriculture Department say that there is no such thing as fake sowing? How far will farmers wait?

મહામંથન / બિયારણ માફિયાથી ખેડૂત કઈ રીતે બચે? કૃષિ વિભાગ ક્યા આધારે કહે છે કે નકલી બિયારણ જેવું કશું હોતું નથી? ક્યાં સુધી ખેડૂતો છેતરાશે?

Vishal Khamar

Last Updated: 08:03 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગતનો તાત એવો ખેડૂત ખેતરમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં વાવેતર કરતા હોય છે. ત્યારે અમુક વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દઈ ખેડૂતને છેતરતા હોય છે. પરંતું બિયારણમાં ખેડૂત છેતરાયાના અનેક કિસ્સા છે તો કડક કાર્યવાહી ક્યારે?

આપણા સમાજમાં અલગ-અલગ ગુનાહિત પ્રવૃતિ કરતા લોકો છે જેને આપણે ક્યારેક ક્યારેક માફિયા પણ કહીએ છીએ. કોઈ ભૂમાફિયા છે, કોઈ ખનન માફિયા છે, કોઈ રેત માફિયા છે, પણ દુખ સાથે એવુ પણ કહેવું પડે કે ગુજરાતમાં ધીમે-ધીમે બિયારણ માફિયા પણ વધી રહ્યા છે. મુદ્દો ઉઠ્યો રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના એક પત્રનો જેમાં રામ મોકરિયાએ કૃષિમંત્રીને એવી રજૂઆત કરી છે કે તેમની પાસે અનેક ખેડૂતોની ફરિયાદ આવી છે કે જેમાં તેમને નબળી ગુણવત્તાનું બિયારણ પધરાવી દેવાયું હોય. સામે પક્ષે કૃષિ વિભાગનો તર્ક છે કે નકલી બિયારણ જેવું કશું નથી હોતું પરંતુ તેની ગુણવત્તામાં ફેર જરૂર હોય શકે છે.  

  • રાજ્યમાં ફરી નકલી બિયારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો
  • નકલી બિયારણથી ખેડૂતો છેતરાયાની રજૂઆત સાંસદ સુધી પહોંચી
  • રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો

કૃષિ વિભાગ બચાવ ભલે કરે પરંતુ એ પ્રશ્નનો જવાબ મેળવવો જ પડશે કે બિયારણ નબળી ગુણવત્તાનું આવે છે ક્યાંથી. એવા ક્યા વેપારીઓ છે જે ખેડૂતની મહેતનું મૂલ્ય શૂન્ય સમજે છે. રૂપિયા ખર્ચીને ખેડૂત બિયારણ ખરીદે, એ આશા રાખે કે મારો પાક સારો થશે પરંતુ પરિણામ સાવ વિપરિત જ મળે. આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક રીતે ખુંવાર થયા બાદ પણ ખેડૂતને જો નુકસાન જ નસીબમાં હોય તો તેની હાલત શું થાય. આજે જવાબ એ વાતનો મેળવીને રહીશું કે ગુજરાતમાં નકલી બિયારણનું સત્ય શું છે. વેપારીઓમાં નકલી બિયારણ વેચતા પહેલા સો વાર વિચાર કરવો પડે એવો ડર ક્યારે પેદા થશે, ખેડૂતોએ પણ શું કરવું જોઈએ અથવા તો શું સતર્કતા રાખવી જોઈએ કે જેથી તેઓ આવા બિયારણ માફિયાઓથી બચી શકે. 

  • ખેડૂતની મહેનત નકલી બિયારણને કારણે પાણીમાં જાય છે
  • સવાલ એ છે કે બનાવટી બિયારણ વેંચતા વેપારીઓથી ખેડૂત કેમ બચે?
  • સરકાર એવા કડક કાયદા બનાવે કે જેથી નકલી બિયારણનું વેચાણ સદંતર બંધ થાય

રાજ્યમાં ફરી નકલી બિયારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.  નકલી બિયારણથી ખેડૂતો છેતરાયાની રજૂઆત સાંસદ સુધી પહોંચી છે.  રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.  રાજ્યમાં નકલી બિયારણથી ખેડૂત છેતરાયાના બનાવ બનતા રહે છે. ખેડૂતની મહેનત નકલી બિયારણને કારણે પાણીમાં જાય છે. સવાલ એ છે કે બનાવટી બિયારણ વેંચતા વેપારીઓથી ખેડૂત કેમ બચે? સરકાર એવા કડક કાયદા બનાવે કે જેથી નકલી બિયારણનું વેચાણ સદંતર બંધ થાય.

રામ મોકરિયાએ કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી (પેજ ન.1 )

રામ મોકરિયાની શું રજૂઆત હતી?
રૂપિયા ખર્ચીને સર્ટિફાઈડ બિયારણ ખેડૂત ખરીદે છે. બિયારણ નકલી નિકળે એટલે ખેડૂતની મહેનત એળે જાય. વેપારીઓ નકલી બિયારણને સારા બિયારણ તરીકે વેંચી રહ્યા છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતને આર્થિક રીતે વ્યાપક નુકસાન થાય છે.  ખેડૂત આવા મુદ્દે કોઈ પગલા લઈ શકતો નથી. વેપારી સર્ટિફાઈડ બિયારણનું જ વેચાણ કરે છે.  ખેડૂતને છેતરતા વેપારીઓ સામે આકરા પગલા લેવાય છે.  નકલી બિયારણ વેચનાર વેપારી જ ખેડૂતને વળતર આપે છે. 

રામ મોકરિયાએ કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી (પેજ ન.2 )

કૃષિ વિભાગે શું કહ્યું?
નકલી બિયારણ શબ્દ યોગ્ય નથી.  બિયારણ જીવંત વસ્તુ છે એટલે નકલી ન હોય શકે. બિયારણની ગુણવત્તા નબળી હોય શકે છે. આ વર્ષે અમે બિયારણના 25 હજાર નમૂના લેવાનો ટાર્ગેટ રાખ્યો છે. 17 હજાર નમૂના અત્યાર સુધી લેવાઈ ચુક્યા છે. 286 નમૂના બિનપ્રમાણિત થયા છે. 188 નમૂનામાં કોર્ટ કેસની મંજૂરી મળી છે. સીડ્સ ડીલરને ત્યાં તપાસમાં 22 લાખનો જથ્થો અટકાવ્યો છે. આ વર્ષે હજુ નકલી બિયારણની ફરિયાદ મળી નથી.

જે.બી.ઉપાધ્યાય (સંયુક્ત નિયામક,કૃષિ વિભાગ)

ખેડૂતોએ શું ધ્યાન રાખવું?
પાકુ બિલ લેવાનો આગ્રહ રાખવો.  તેમજ પાકુ બિલ હશે તો મામલાને પડકારી શકાશે. પાકુ લાયસન્સ હોય તેવા વેપારી પાસેથી જ બિયારણ ખરીદવું. ખેડૂતે વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ બિયારણ લેવું. સર્ટિફાઈડ બિયારણ ખરીદવું.

રૂપિયા ખર્ચીને સર્ટિફાઈડ બિયારણ ખેડૂત ખરીદે છે
બિયારણ નકલી નિકળે એટલે ખેડૂતની મહેનત એળે જાય
વેપારીઓ નકલી બિયારણને સારા બિયારણ તરીકે વેંચી રહ્યા છે

  • બનાવટી બિયારણની ઓળખ કેમ કરવી?

દુકાનદારનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ
બિયારણ બનાવતી કંપની વેપારીને સર્ટિફિકેટ આપે છે. પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં લાયસન્સ નંબર હોય છે. બિયારણ કંપનીનું પ્રિન્સિપલ સર્ટિ.ઓનલાઈન ચેક થઈ શકે છે. પ્રિન્સિપલ સર્ટિફિકેટ ન હોય તો બિયારણ લેભાગુ હોવાનું સાબિત થાય.

  • વેપારી સર્ટિફાઈડ બિયારણનું જ વેચાણ કરે
  • ખેડૂતને છેતરતા વેપારીઓ સામે આકરા પગલા લેવાય
  • નકલી બિયારણ વેચનાર વેપારી જ ખેડૂતને વળતર આપે

આ બાબત પણ ધ્યાને લેવી જરૂરી
બિયારણના પડીકા ઉપર ઉત્પાદક અને વિક્રેતાનું નામ-સરનામું હોવું જોઈએ. પડીકા ઉપર કસ્ટમર કેર નંબર હોવો જોઈએ. ખેડૂતને શંકા હોય તો વેપારી સાથે ફોટો પડાવી શકે છે. વેપારી એમ કહે કે દુકાનની પાછળ જાવ બિયારણ મળી જશે તો સતર્ક રહેવું. સુધારેલી સંકર જાતનું બીજ જ ખરીદવું. ટ્રુથફુલને બદલે સર્ટિફાઈડ બિયારણ જ ખરીદવું. પેકિંગ ઉપર બીજના સ્ફુરણની ટકાવારી ચકાસવી. કયા વર્ષનું ઉત્પાદન છે તે પણ ચકાસી લેવું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ