બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How appropriate is bereavement assistance? Congress claim of loss of 25 thousand crores, know the details

મહામંથન / બિપરજોય નુકશાની સહાય કેટલી યોગ્ય? 25 હજાર કરોડના નુકશાનનો કોંગ્રેસનો દાવો, જાણીએ ડિટેલ્સ

Vishal Khamar

Last Updated: 09:10 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ કોંગ્રેસનાં એક ડેલીગેશન દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ઉત્તર ગુજરાતનાં ત્રણ ગામોની મુલાકાત લીધી. જે બાદ કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે લોકોને કેશડોલ કે પશુ મૃત્યુની સહાય ચૂકવાઈ નથી. તેમજ કાચા-પાકા મકાન ધરાશાયી થયા તેેની પણ સહાય ચૂકવાઈ નથી.

બિપરજોય વાવાઝોડામાં કચ્છમાં નુકસાન થયું, એની સાથે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ખેતીને નાનું-મોટું નુકસાન થયું છે. એ પછી ઉત્તરગુજરાતમાં બનાસકાંઠામાં ભારે વરસાદ આવ્યો, ત્યાં પણ નુકસાનીનો અંદાજ લગાવાયો. ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન પર નભતા લોકોને શું નુકસાન થયું તેનો સર્વે થયો છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં SDRFના ધોરણો મુજબ કુટુંબદીઠ સહાયની જાહેરાત કરી હતી. ઘરવખરી માટે 7 હજાર રૂપિયા, સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાન માટે 1 લાખ 20 હજાર રૂપિયા અને ઝુંપડાનો નાશ થયો હોય તો 10 હજાર રૂપિયાની સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે.

હવે કોંગ્રેસના નેતાઓનું એક ડેલિગેશન પ્રભાવિત વિસ્તારોમાં જઈ આવ્યું, એમનો આરોપ છે કે સર્વે કરવામાં સરકારના ધોરણો શંકાસ્પદ છે. નક્કર સહાયની કોંગ્રેસ માગ કરી રહ્યું છે. નેતાઓનો અંદાજ છે કે બિપોરજોયથી ગુજરાતને 25 હજાર કરોડનું નુકસાન થયું છે, તો કેન્દ્ર સરકારે ગુજરાતને સહાય નહી કરીને અન્યાય કર્યો છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં સૌથી વધુ પશુપાલકો ખેતી અને સીમમાં રહે છે, ત્યાં એમના ઘરોને નુકસાન થયું છે તેના સર્વે પર કોંગ્રેસ સવાલ કરી રહી છે. કચ્છમાં બાગાયતી પાકોને ખેતરે થી બજારમાં લઈ જવાના સમયે બિપોરજોય વાવાઝોડાએ કહેર વરતાવ્યો, તો નાના ખેડૂતોની મુશ્કેલીઓ ના કહી શકાય, ના સહી શકાય એવી છે. પણ, એ મોરચે સરકાર, સરકારી કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ, પોલીસ અને સમાજનો સૌથી નાનામાં નાનો વર્ગ, જે હિંમતથી બિપોરજોયની સામે લડ્યો છે એ પણ દાખલારૂપ છે. ભયાનક વાવાઝોડાને કારણે એકપણ વ્યક્તિનું મૃત્યુ ન થવું એની ક્રેડિટ એ મથનારા અધિકારીઓ-કર્મચારીઓને આપવી જ જોઈએ. વીજળી વિભાગે જે યુદ્ધના ધોરણે કામ કર્યું, એની નોંધ પણ લેવી જોઈએ. પણ, સહાયના સવાલો, સહાય માટે સર્વેના સવાલોના જવાબ માગીશું.

  • બિપરજોય વાવાઝોડા બાદની સ્થિતિનો સરવે કર્યાનો દાવો
  • ઉત્તર ગુજરાતના 3 ગામોની મુલાકાત લીધી હોવાનો દાવો
  • ઉત્તર ગુજરાતના 3 ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન  

કોંગ્રેસના શું છે આક્ષેપ?    
કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે,  બિપરજોય વાવાઝોડા બાદની સ્થિતિનો સરવે કર્યાનો દાવો કરે છે.  ઉત્તર ગુજરાતના 3 ગામોની મુલાકાત લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  ઉત્તર ગુજરાતના 3 ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન છે.  કેશડોલ કે પશુ મૃત્યુની સહાય ચૂકવાઈ નથી. કાચા-પાકા મકાન ધરાશાયી થયા છતે સહાય ચૂકવાઇ નથી. હજારો એકર જમીનો ધોવાણ થઈ ગયું તેનો કોઈ સરવે થયો નથી.  3 ગામની મુલાકાત લીધી ત્યાં 220 પશુના મૃત્ય થયા. 3 ગામના 1 હજાર 850 ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું. 458 ખેડૂતોના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા. 437 કાચા-પાકા મકાનોના દરવાજા, દીવાલો તૂટી છે. 9 ખેતી લાયક બોરવેલ હતા તે પણ તમામ સાફ થઈ ગયા. 900 ખેતરોમાં ટપક સિંચાઈ માટેની પાઈપલાઈનો તણાઈ ગઈ છે.  70 જેટલી દુકાનોમાં 20-25 લાખનું નુકસાન થયું છે. લારી-ગલ્લા બધું જ તણાઇ ગયું છે તેનો કોઇ સરવે જ નથી. DDO કહે છે કે અમારે સરવેની કોઈ સિસ્ટમ નથી.

  • વાવાઝોડાનો સફળતાપૂર્વક સામનો કર્યો
  • વાવાઝોડામાં સદીનું સૌથી મોટું સ્થળાંતર કરાવ્યું
  • 1 લાખ 8 હજાર લોકોનું સ્થળાંતર કર્યું હતું  

રાજ્ય સરકારનો શું છે દાવો?
વાવાઝોડાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.  વાવાઝોડામાં સદીનું સૌથી મોટું સ્થળાંતર કરાવ્યું હતું.  1 લાખ 8 હજાર લોકોનું સ્થળાંતર કર્યું હતું. લોકોને સલામત સ્થળે ખસેડીને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.  વીજળી, ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઇ હતી. સરકારના આગોતરા આયોજનથી મોટી જાનહાનિ ટળી શક્યા. અસરગ્રસ્તોને ટોકન સહાયના બદલે માતબર રકમની સહાય મળશે. લઘુત્તમ સહાય પણ સન્માનજનક મળે અને સીધી ખાતામાં મળે તેવું આયોજન.  

73 હજાર ઢોર અને પશુધનને સલામત સ્થળે ખસેડ્યા. ત્રણેય પાંખની સેનાને સ્ટેન્ડબાય રખાઇ હતી. 21 હજારથી વધુ હોડીઓ લંગારી દેવામાં આવી હતી.  દરિયાકાંઠાના 9 જિલ્લામાં 19 NDRFની ટીમો તૈનાત કરી હતી.  સચોટ કોમ્યુનિકેશન પ્લાન દ્વારા જનતાને સાવચેત કરી છે.   સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 1 હજાર જેટલી મેડિકલ ટીમો કાર્યરત હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 504 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.   3 હજાર 851 જેટલા ક્રિટિકલ બેડ્સની પણ વ્યવસ્થા કરી હતી.  અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા તેમજ  1 હજાર 152 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.  વીજ પુરવઠો ચાલુ કરવા માટે તાત્કાલિક એક્શન લેવાયા હતા. તેવો દાવો રાજ્ય સરકાર કરી રહી છે.

  • કોંગ્રેસના નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરે છે 
  • ઘરમાં પુરાયેલા લોકો હવે 15 દિવસે બહાર નીકળ્યા છે
  • શ્રેષ્ઠ વ્યવસ્થા પર આક્ષેપ કરી કોંગ્રેસે નિમ્ન રાજનીતિ કરી

કોંગ્રેસના નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરે છે.  ઘરમાં પુરાયેલા લોકો હવે 15 દિવસે બહાર નીકળ્યા છે. શ્રેષ્ઠ વ્યવસ્થા પર આક્ષેપ કરી કોંગ્રેસે નિમ્ન રાજનીતિ કરી છે.  કોંગ્રેસને વાવાઝોડા-વરસાદ સમયે લોકોની વચ્ચે આવવાની જરૂર હતી. કોંગ્રેસ માત્ર લોભામણી લાલચો આપી છટકી જાય છે તે પ્રજા જાણે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Loss Vtv Exclusive assistance how much કોંગ્રેસ નુકશાન બિપરજોય Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ