બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / High Court now lifts order against Meitei community inciting violence in Manipur, know why change

હવે હિંસા ઠરશે ! / મણિપુર હાઈકોર્ટેનો મોટો ચુકાદો: મૈતેઈ સમાજને STમાં સામેલ કરવાનો આદેશ ફેરવ્યો, જાણો કેમ?

Pravin Joshi

Last Updated: 06:07 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે 27 માર્ચના રોજ મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.

મણિપુર હાઇકોર્ટે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવાના તેના 2023ના આદેશમાં સુધારો કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યમાં વંશીય અશાંતિ વધી શકે છે. રાજ્યમાં ફાટી નીકળેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. આ રીતે હાઈકોર્ટે 27 માર્ચ 2023ના તેના નિર્ણયનો એક ફકરો કાઢી નાખ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. કોર્ટના આ નિર્ણયનો કુકી સમુદાયે વિરોધ કર્યો હતો.

મણિપુરમાં ફરી હિંસા ભભૂકી ઉઠી: મૈતેઈ સમુદાયના 3 લોકોની કરાઇ હત્યા, જાણો હાલ  કેવી સ્થિતિ | manipur fresh violence bishnupur three people meiti community  killed

હાઈકોર્ટમાં જસ્ટિસ ગોલમેઈની બેંચે કહ્યું કે તે નિર્ણય મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મિલિંદ અને અન્યના કેસમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મિલિંદ અને અન્યોના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતો અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કે ફેરફાર કરી શકે નહીં. આ કારણોસર કોર્ટ તેના જૂના નિર્ણયમાં સુધારો કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે ગયા વર્ષના ફકરા 17(3) હેઠળ આપવામાં આવેલી સૂચનાઓ ડિલીટ કરવી જોઈએ, તેથી તેને ડિલીટ કરવામાં આવી રહી છે.

Manipur Violence | Page 8 | VTV Gujarati

27 માર્ચ 2023નો આદેશ શું હતો?

ગયા વર્ષે 27 માર્ચે મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. આ પછી કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટે તેના આદેશના ફકરા 17(3)માં સુધારો કરવો જોઈએ. આ સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે.

Tag | VTV Gujarati

10 મહિનાથી સળગી રહ્યું છે મણિપુર

3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુરે 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ રેલી ચુરાચંદપુરના તોરબાંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને લઈને કાઢવામાં આવી હતી. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી વણસી ગઈ કે સેના અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી.

Manipur | Page 6 | VTV Gujarati

મૈતેઈ આદિવાસી દરજ્જાની માંગ કેમ કરી રહ્યા છે?

મણિપુરમાં મૈતેઈ સમુદાયની વસ્તી 53 ટકાથી વધુ છે. આ બિન-આદિવાસી સમુદાયો છે, મોટાભાગે હિન્દુઓ.જ્યારે કુકી અને નાગાની વસ્તી લગભગ 40 ટકા છે. રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં મૈતેઈ સમુદાયો માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. મણિપુરનો 90 ટકાથી વધુ વિસ્તાર પર્વતીય છે. માત્ર 10 ટકા ખીણ છે. નાગા અને કુકી સમુદાયો પહાડી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે જ્યારે મૈતેઈ ખીણમાં પ્રભુત્વ ધરાવે છે.

વધુ વાંચો : સંદેશખાલીમાં ફરી ભયંકર તણાવ: ઝૂંપડપટ્ટીઓમાં લગાવી દેવાઈ આગ, TMC નેતાના ભાઈ પર ગંભીર આરોપ

આ અંતર્ગત ખીણમાં સ્થાયી થયેલા મૈતેઈ સમુદાયના લોકો ન તો પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે અને ન  તો જમીન ખરીદી શકે છે. પરંતુ પહાડી વિસ્તારોમાં રહેતા કુકી અને નાગા આદિવાસી સમુદાયો પણ ખીણમાં સ્થાયી થઈ શકે છે અને જમીન ખરીદી શકે છે. સમગ્ર મુદ્દો એ છે કે 53 ટકાથી વધુ વસ્તી માત્ર 10 ટકા વિસ્તારમાં રહી શકે છે, પરંતુ 40 ટકા વસ્તી 90 ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ