બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / health Ambulance eats dust without RC book driver shocked figures

બેદરકારી / આરોગ્ય સાથે તંત્રની ગંદી રમત: RC બુક-ડ્રાઈવર વગર ધૂળ ખાય છે ઍમ્બ્યુલન્સ, આંકડો જાણી ચોંકી જશો

Kishor

Last Updated: 11:55 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં 4 માસથી નવીનકોર એમ્બ્યુલન્સ ડોક્યુમેન્ટના પાપે બંધ પડી છે.

  • ખેડા આરોગ્ય વિભાગની બેદરકારી
  • એમ્બ્યુલન્સ ખાઈ રહી છે ધૂળ
  • 14 એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 14 નવી એમ્બ્યુલન્સ 4 મહિનાથી ધૂળ ખાઈ રહી હોવાનું ભોપાળુ છતું થતા અનેક સવાલો ઉભા થયા છે. મહેમદાવાદ અને હલદરવાસ CHCના ઠાસરા, ડાકોર, સેવાલીયા CHC અને પીપલવાળા PHCમાં એમ્બ્યુલન્સ બંધ હાલતમાં સડી રહી છે. MGVCL દ્વારા ડાકોર CHCને આપેલ ICU ઓન વ્હિલ પણ બિન ઉપયોગી બની રહી છે. 2 કરોડથી વધુની કિંમતમાં ખરીદવામાં આવેલ એમ્બ્યુલન્સ માત્ર ડ્રાઈવરનો વિમો અને RTO પાર્સિંગ વિના  બિન ઉપયોગી બની હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.

એમ્બ્યુલન્સ કોના પાપે ધૂળ ખાય છે?

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સાથે RDD ની ઘોર બેદરકારી ઘોર બેદરકારીના પાપે વાહનો છતાં દર્દીઓ કલાકો સુધી આરોગ્ય કેન્દ્ર આગળ બેસી રહેવા મજબૂર બન્યા છે. બીજી બાજુ સ્થાનિક તંત્ર પણ 3 મહિનાથી આ મામલે અનદેખી કરી રહ્યું છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત MGVCL ડાકોર CHCને આપેલી એમ્બ્યુલન્સ પરત લેવાના ફિરાકમાં હોવાનું પણ સામે આવ્યું છે.

ધારાસભ્યોએ એમ્બ્યુલનસ સેવા માટે આપી

થોડા સમય અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે 2 એમ્બ્યુલન્સ ફાળવી હતી જ્યારે ધારાસભ્ય પંકજ દેસાઈની ગ્રાન્ટમાંથી મળેલી એમ્બ્યુલન્સના પણ કોઈ ઠેકાણા નથી. તો માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ 3 અને ઠાસરાના પૂર્વ કોંગ્રેસ MLA કાંતિ પરમારે 4 એમ્બ્યુલન્સ આપી હતી. આમ કરોડોના ખર્ચે 6 ધારાસભ્યોએ એમ્બ્યુલનસ સેવા માટે આપી હતી.

સળગતા સવાલો 

  • 2 મહિનાનો વિમો લઈ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે શું ખેલ પાડ્યો?
  • ઓન રોડ વાહન વેચનારી વાહન કંપનીએ ખેલ કર્યો કે અન્ય કોઈ દાવ કરી ગયું?
  • હજુ સુધી એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ નથી થતો?
  • ખેડા જિલ્લામાં ખરીદીમાં નિયમોનો છેદ ઉડ્યો?
  • ગ્રામીણ દર્દીઓ માટે આશીર્વાદ સમાન એમ્બ્યુલન્સ કોણે અટકાવી?
  • લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ?
  • એમ્બ્યુલન્સ કોના પાપે ધૂળ ખાય છે?
  • લોકોને એમ્બ્યુલન્સનો લાભ મળશે?
  • ઉપયોગ વિનાની એમ્બ્યુલન્સ શું કામની?
  • લોકોને ક્યારે મળશે એમ્બ્યુલન્સ?
  • કોરોનાની ગંભીરતા તંત્ર ક્યારે સમજશે?
  • એમ્બ્યુલન્સની RC બુક ક્યારે મળશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ