બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

VTV / Haryana government increases the dearness allowance for government employees from 34% to 38%,

રાહત / દિવાળીમાં કર્મચારીઓ- પેન્શનર્સના ખિસ્સા છલકાઈ જશે, રાજ્ય સરકારે આપી 4 ટકા મોંઘવારી ભથ્થાંની ભેટ

Hiralal

Last Updated: 08:59 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની ખટ્ટર સરકારે તેના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત કરી છે.

  • હરિયાણા સરકારે રાજ્ય કર્મચારીઓને આપી દિવાળી ગિફ્ટ
  • મોંઘવારી ભથ્થામાં આપ્યો 4 ટકાનો વધારો
  • 34 ટકાથી વધારીને કર્યું 38 ટકા
  • 1 જુલાઈ 2022થી લાગુ પડશે

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયા બાદ હવે રાજ્યો સરકારો પણ પોતાની રીતે ડીએમાં વધારો આપી રહી છે. પહેલા યુપી સરકાર અને હવે હરિયાણા સરકારે તેના કર્મચારીઓને ડીએમાં વધારો આપવાનો નિર્ણય કર્યો છે.  હરિયાણા સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી 34 ટકાથી 38 ટકા કરી દીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આ નિર્ણય 1 જુલાઈ 2022થી લાગુ માનવામાં આવશે.

ઓક્ટોબર મહિનાના પગારની સાથે મળશે મોંઘવારી ભથ્થું 
હરિયાણા સરકારે કહ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર મહિનાના પગારની સાથે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તેમજ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળાનું એરિયર્સ નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે. 

પેન્શનર્સ માટે મોંઘવારી રાહત ભથ્થું પણ વધ્યું 
હરિયાણા સરકારે પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે મોંઘવારી રાહત 4 ટકા વધારીને 34 ટકાથી 38 ટકા કરી દીધી છે. પેન્શનર્સ માટે મોંઘવારી રાહત વધારવાનો નિર્ણય પણ 1 જુલાઈ 2022થી લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે ઓક્ટોબર મહિના માટે પેન્શનરોને પેન્શન આપવામાં આવશે. તેમજ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેનું એરિયર્સ નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 38 ટકા કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થુ વધારવાના નિર્ણયથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે. તહેવારોની મોસમમાં રોકડ પ્રવાહમાં વધારો માંગને વધારવામાં મદદ કરશે.

યુપી સરકાર પણ મોંઘવારી ભથ્થું વધારી ચૂકી છે 
 ઉત્તર પ્રદેશ સરકારે પણ 1 જુલાઈથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે રાત્રે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સ / ફેમિલી પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વર્તમાન દરને 1 જુલાઈ, 2022 થી 34 ટકાથી વધારીને 38 ટકા કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ