Harsh Sanghvi in action after report on ST's Laliawadi
VTV IMPACT /
VTVના અહેવાલ બાદ હર્ષ સંઘવી એક્શનમાં: અમદાવાદના ST બસ સ્ટેન્ડમાં લાલિયાવાડી સામે આપ્યા તપાસના આદેશ
Team VTV02:37 PM, 05 Jan 23
| Updated: 04:21 PM, 05 Jan 23
STની લાલિયાવાડી અંગે VTVના અહેવાલ બાદ એક્શનમાં વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવી,ઈસ્કોન ચાર રસ્તા પર આવેલો STનો કંટ્રોલ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા અધિકારીઓને આદેશ
STની લાલિયાવાડી અંગે VTVના અહેવાલ બાદ એક્શનમાં વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવી
ઈસ્કોન સ્ટેન્ડ પર કંટ્રોલ પોઈન્ટ બંધ હોવાથી મુસાફરોને પડતી હતી મુશ્કેલી
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસેનો STનો કંટ્રોલ પોઈન્ટ હતો બંધ હાલતમાં
કંટ્રોલ પોઈન્ટમાં VTVએ તપાસ કરતા પડ્યો હતો લારી-ગલ્લાનો સામાન
ઈસ્કોન ચાર રસ્તા પર આવેલો STનો કંટ્રોલ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા અધિકારીઓને આદેશ
STની લાલિયાવાડી અંગે VTVના અહેવાલ બાદ વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ઈસ્કોન સ્ટેન્ડ પર કંટ્રોલ પોઈન્ટમાં VTVએ તપાસ કરતા લારી-ગલ્લાનો સામાન પડ્યો હતો. જે બાદમાં VTVએ અહેવાલ બતાવ્યાના બે જ દિવસમાં હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.
હર્ષ સંઘવી એક્શન મોડમાં
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પર આવેલો STનો કંટ્રોલ પોઈન્ટને લઈ VTV એક રિપોર્ટ પ્રસારિત કર્યો હતો. જેને લઈ હવેરાજ્યના વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે. હર્ષ સંઘવીએ ઈસ્કોન ચાર રસ્તા પર આવેલો STનો કંટ્રોલ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે. આ સાથે કંટ્રોલ પોઈન્ટ કેબિનમાં રહેલો સામાન પણ હટાવી લેવાયો છે.
અહેવાલ બાદ હર્ષ સંઘવી એક્શનમાં :
બે દિવસ અગાઉ VTVની ટીમે કન્ટ્રોલ રૂમની સ્થિતિ જોઈ પૂછપરછ કેન્દ્રમાં કોઈ અધિકારી હાજર નહોતા.સાથે પૂછપરછ કેન્દ્ર પાન-પસાલા, ચા બનાવવાનો સામાન અને ફળોથી ખીચોખીચ ભરેલું હતું. સરકારી ખર્ચે બનેલા આ કન્ટ્રોલ પોઈન્ટની હાલત જોઈને અમારા ટીમે ઓનલાઈન બસ ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો, આ માટે અમારી ટીમે મોબાઈલમાં બસની ડિટેઈલ નાખીને બસ ક્યારે આવશે, તે જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ST નિગમની આ ઓનલાઈન સર્વિસ પણ ખખડધજ જોવા મળી હતી.
VTVએ બે દિવસ પહેલા બતાવ્યો હતો અહેવાલ :
નોંધનીય છે કે, ST નિગમને કરોડો રૂપિયાની આવક પણ થાય છે. આમ છતાં રાજ્યનું ST નિગમ ખોટમાં ચાલી રહ્યું છે. જેથી VTVની ટીમે STનું રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં સૌથી પહેલાં અમારી ટીમે સવારે 9 વાગ્યાની અમદાવાદથી રાજકોટ જતી બસની ઓનલાઈન ટિકિટ બૂક કરાવી હતી. આ ટિકિટ બૂક થયાની સાથે જ ST નિગમની બેદરકારી સામે આવવી શરૂ થઇ હતી.
VTVએ બે દિવસ પહેલા બતાવ્યો હતો અહેવાલ :
અમારી ટીમે સવારે 9 વાગ્યાની બસની ટિકિટ બૂક કરાવી હતી. જેથી 8.20 કલાકે અમારી ટીમ ઈસ્કોન ચાર રસ્તાએ પહોંચી ગઈ હતી. જે બસ 9 વાગ્યે આવવાની હતી, તે બસ 9.30 વાગ્યા છતાં ઈસ્કોન ચાર રસ્તાએ પહોંચી નહતી. જેથી અમારી ટીમે અનેક પ્રશ્નો સાથે ST કન્ટ્રોલ કેબિનમાં પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ટ્રોલ રૂમની સ્થિતિ જોઈને અમારી ટીમ સ્તબ્ધ થઇ હતી. કારણ કે, પૂછપરછ કેન્દ્રમાં કોઈ અધિકારી હાજર નહોતા. સાથે પૂછપરછ કેન્દ્ર પાન-પસાલા, ચા બનાવવાનો સામાન અને ફળોથી ખીચોખીચ ભરેલું હતું.
VTVના આ અહેવાલના ગાંધીનગર સુધી પડ્યા પડઘા
સરકારી ખર્ચે બનેલા આ કન્ટ્રોલ પોઈન્ટની હાલત જોઈને અમારા ટીમે ઓનલાઈન બસ ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો, આ માટે અમારી ટીમે મોબાઈલમાં બસની ડિટેઈલ નાખીને બસ ક્યારે આવશે, તે જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ST નિગમની આ ઓનલાઈન સર્વિસ પણ ખખડધજ જોવા મળી હતી. ST નિગમની આવી સ્થિતિને જોયા બાદ અમારી ટીમે ઈસ્કોન ચાર રસ્તા પાસે ઉભેલા પેસેન્જરો સાથે ચર્ચા કરી હતી. જેમાં લોકોએ ST નિગમ પર પોતાનો બળાપો કાઢ્યો હતો. અમૂક મુસાફરોએ કહ્યું કે, ક્યારેય ST બસ સમયસર આવતી નથી. જેથી મુસાફરોએ હેરાન થવું પડે છે, તો અમૂક પેસેન્જરોએ કહ્યું કે, ક્યારેય પણ કન્ટ્રોલ પોઈન્ટ પર કોઈ અધિકારી હાજર રહેતા નથી.