બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Hanuman Dada giving visa: Devotees come from far and wide to smoke shisha at this temple in Ahmedabad.

અનોખુ મંદિર / વિઝા અપાવતા હનુમાન દાદા: દૂર-દૂરથી અમદાવાદના આ મંદિરે શીશ ઝૂકાવવા આવે છે ભક્તો, જાણો રોચક ઈતિહાસ

Priyakant

Last Updated: 08:28 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમારું વિદેશ જવાનું સપનું પૂરું થયા છે અને આવી ચમત્કારી જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલ છે

  • વિદેશ જવાનું સપનું છે પણ વિઝા નથી મળી રહ્યા? 
  • ગુજરાતમાં આવેલા આ મંદિરને વિઝાની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે 
  • મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે ઓળખે છે

ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. આજના આ દિવસે ચારેકોર હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીનો ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાતો હોય છે. આજકાલ લગભગ દરેક લોકોએ વિદેશ જવાનું સપનું જોયું હશે પણ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે. વિદેશમાં જવા માટે લોકોને કેટલી વાર વિઝા ઓફિસના ચક્કર લગાવે પડે છે. પણ ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે પણ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમારું વિદેશ જવાનું સપનું પૂરું થયા છે અને આવી ચમત્કારી જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલ છે. 

ક્યાં આવેલ છે વિઝા મેળવવા માટેની આ જગ્યા 
શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી જગ્યા છે જેને તમામ વિઝા ઓફિસની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં દરેક લોકો વિદેશ જવા માટે પોતાની અરજી લઈને આવે છે અને એ પછી ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. અમે વાત કરી રહ્યા છીએ આપણા ગુજરાતમાં આવેલા એક અનોખા મંદિર વિશે. આ મંદિરમાં લોકો સુખ શાંતિની પ્રાથના માટે નહીં પણ વિઝા મેળવવાની અરજી લઈને જાય છે. લોકો એ મંદિરમાં પંહોચીને વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે. જણાવી દઈએ કે આ ચમત્કારી મંદિર ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે. 

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલા હનુમાનજીના મંદિરને વિઝાનું હેડઓફિસ માનવામાં આવે છે. એવા માનવામાં આવે છે કે આ મંદિરમાં માથું નમાવીને આશીર્વાદ લેવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે. લોકોની શ્રધ્ધા એટલા હદ સુધી છે કે આ મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે બોલાવવા લાગ્યા છે. કહેવાય છે કે આ મંદીરમાં પાસપોર્ટ લઈને જવાથી અને ત્યાં હનુમાનજીના ચરણમાં પાસપોર્ટ રાખીને  આશીર્વાદ લેવાથી હનુમાનજીના ભક્તની વિદેશ જવાની તમામ બાધાઓ દૂર કરે છે અને એ વ્યક્તિને વિઝા મળી રહે છે. 

કેવી રીતે લોકોને આ મંદિર વિશે ખબર પડી?
મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, 'વર્ષો પહેલા એક મહિલા એ તેની દીકરીના વિઝા લાગી જાય એ માટે આ મંદિરમાં માનતા રાખી હતી અને એ મહિલાની માનતા પૂરી પણ થઇ હતી. એ બાદ જ લોકો વચ્ચે આ વાત ફેલાવા લાગી હતી અને ત્યારથી લોકો એમના વિઝા માટે આ મંદિરમાં માનતા માને છે અને દરેક લોકોની માનતા પૂરી પણ થાય છે. આ માટે અમે કોઈ સમક્ષ દાવો નથી કરતાં પણ લોકોની શ્રધ્ધા છે અને એમની શ્રધ્ધા સાચી પડે છે અને અમે અઢળક લોકોની માનતા અમારા નજર સમક્ષ પૂરી થતાં જોઈ છે.' ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે વિઝા હનુમાનના મંદીરમાં આવીને માનતા રાખ્યાના ચાર-પાંચ કલાકની અંદર જ લોકોને વિદેશ જવા માટે વિઝા મળી ગયા હોય. 

કેટલા વાગ્યા સુધી ખુલ્લુ હોય છે મંદિર? 
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં આ મંદિર આવેલ છે અને જો મંદિરના ટાઈમિંગ વશે વાત કરીએ તો આ ચમત્કારી મંદિર સવારે 7:30થી કરીને સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને ખાસ કરીને શનિવારે આ મંદિર સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ