બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Technological University took an important decision regarding the examination

નિર્ણય / GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોટી રાહત: હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી કલાક સુધી નહીં બેસવું પડશે

Malay

Last Updated: 08:27 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GTUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હવે અઢી કલાક સુધી બેસી રહેવું નહીં પડે, જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો પરીક્ષા શરૂ થયાના 1 કલાક બાદ જઈ શકશે. કોલેજોની અનેકવાર રજૂઆત બાદ નિયમોમાં ફેરફાર કરાયો.

 

  • GTUની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય
  • 1 કલાક બાદ વિદ્યાર્થી પેપર આપીને જઈ શકશે
  • વિદ્યાર્થીને અઢી કલાક સુધી બેસવું પડશે નહીં

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થી ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. કોલેજોની અનેકવાર રજૂઆત બાદ નિયમોમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે અગાઉ પેપર પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે અઢી કલાક સુધી બેસવું પડતું હતું.

GTUની પરીક્ષા મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણીઃ અન્ય પરીક્ષાઓ  ઓનલાઇન થતી હોય તો GTUને વાંધો શુ? | GTU exam student hight court gujarat  government

કોલેજોએ કરી હતી રજૂઆત
ગુજરાતની ટેકનિકલ કોલેજોના આધ્યાપકોના મંડળે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)ને રજૂઆત કરી હતી કે એમસીક્યુ અને થીયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી વારંવાર વહેલા જવા દેવા માટે તકરાર કરતા હોય છે. જેથી પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓને જવું હોય તો પ્રશ્નપત્ર વગર જવા દેવામાં આવે. 

GTUએ બહાર પાડ્યો પરિપત્ર
કોલેજોના આધ્યાપકોના મંડળની રજૂઆતને GTU દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

GTUનાં આ વિષયમાં નાપાસ હોય તેવાં વિદ્યાર્થીને વધુ એક તક અપાશે | Students  who have failed in this subject of GTU will be given one more chance

હવેથી વિદ્યાર્થીને પરીક્ષામાં અઢી કલાક બેસી રહેવું નહી પડે
GTUના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ પહેલા આવવાનું રહશે અને પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓ ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. પરીક્ષાના એક કલાક બાદ જતા વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર સુપરવાઈઝરને આપીને જવાનું રહેશે.

આ વર્ષથી જ લાગુ થશે આ નિયમ
આ નિયમો યુનિવર્સિટી દ્વારા દર વર્ષે લેવાતી થીયરીકલ પરીક્ષા અને એમસીક્યુ પરીક્ષાઓમાં લાગુ પડશે. સાથે જ આ નિયમ વર્તમાન વર્ષની હાલની સેમેસ્ટર પરીક્ષાઓથી જ લાગુ પડી જશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ