બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat result is like pre-2024 'semi-final' for BJP

ગુજ'રાજ' / ગુજરાતનાં પરિણામ ભાજપ માટે 2024 પહેલાની 'સેમીફાઇનલ' સમાન, આગામી ચાર રાજ્યોની ચૂંટણીમાં મળશે મદદ

Priyakant

Last Updated: 09:47 AM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત આગામી વર્ષે કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ માટે બ્લુ પ્રિન્ટ આપશે

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ એટલે 2024નું ટ્રેલર
  • ગુજરાતનાં પરિણામ ભાજપ માટે 2024 પહેલાની 'સેમીફાઇનલ' સમાન
  • આગામી ચાર રાજ્યોની ચૂંટણીમાં મળશે મદદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શરૂઆતથી જ સ્પષ્ટ વિજય દેખાતો હતો છતાં PM મોદીએ તેમના ગૃહરાજ્યમાં પ્રચારની શરૂઆત કરવામાં કોઈ કસર છોડી ન હતી. વડાપ્રધાન એક સ્વાભાવિક અને અથાક પ્રચારક છે જેમને ચૂંટણી રેલીઓને સંબોધવામાં ખરેખર આનંદ આવે છે. આ તરફ હવે એક્ઝિટ પોલ પણ ગુજરાતમાં રેકોર્ડ સાતમી વખત ભાજપની જંગી જીતની આગાહી કરી રહ્યા છે.

શું છે વડાપ્રધાનની સભા-રેલીનો પાવર 

ચોક્કસપણે ભાજપ જે 1995 થી રાજ્યમાં સત્તામાં છે, વડાપ્રધાન આગેવાની માટે આગળ આવ્યા વિના પણ જીતી શક્યા હોત. એકમાત્ર પ્રશ્ન એ હતો કે રેસમાં બીજા અને ત્રીજા સ્થાને કોણ હશે. ભાજપે જમીની સ્તર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવા છતાં મોદી જ તેના બ્રાન્ડ એમ્બેસેડર અને સ્ટાર પ્રચારક રહ્યા, રેલીઓને સંબોધિત કરી અને મતદારો સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો. તેમણે નવેમ્બરથી લગભગ 35 રેલીઓને સંબોધિત કરી હતી જેમાં તેઓ તેમના સંદેશ સાથે ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સુધી પહોંચ્યા હતા. તેનાથી વિપરિત રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે ગુજરાતમાં માત્ર બે જ જાહેર રેલીઓ સંબોધી હતી.

હવે આ ચૂંટણી પર નજર

ગુજરાત મોદીનું ગૃહ ક્ષેત્ર છે જ્યાં તેઓ એક દાયકાથી વધુ સમયથી મુખ્યમંત્રી રહ્યા છે. તેઓ ગૃહ રાજ્યમાં પાર્ટીની પકડ વધુ મજબૂત કરવા આતુર છે. 2024ની લોકસભા ચૂંટણી માટે તેમનો ટેકો વધારવા અને વેગ જાળવી રાખવા માટે આ તેમની ફોરવર્ડ વ્યૂહરચનાનો એક ભાગ છે. જો આમ જ રહેશે તો તેઓ સતત ત્રીજી વખત સંસદમાં પક્ષનું નેતૃત્વ કરશે. ગુજરાત ચૂંટણી 2024ના પરિણામો રાષ્ટ્રીય ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતાના મહત્વના સંકેત આપશે. ગુજરાત આગામી વર્ષે કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ માટે બ્લુ પ્રિન્ટ આપશે, જેમાં પાર્ટીના કાર્યકરોને તાલીમ આપવામાં આવશે. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 2019માં હારેલી 144 બેઠકો જીતવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

આ તરફ ચૂંટણી વિશ્લેષકો એકમત છે કે, ભાજપની તરફેણમાં સૌથી મોટું પરિબળ મતદારોમાં વડાપ્રધાન મોદીની અપીલ છે. શક્ય છે કે "હિન્દુ હ્રદય સમ્રાટ"ની તેમની લાર્જર ધ લાઈફ ઈમેજ પાર્ટી માટે ફરીથી અજાયબીઓ કરી શકે. 2002 થી 12 વર્ષ સુધી રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે મોદીએ તેમના કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદની બ્રાન્ડને સુધારી અને વિકાસનું પોતાનું મોડેલ અને શાસનની પોતાની શૈલીની સ્થાપના કરી જે આજે દેશની ઘણી રાષ્ટ્રીય નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે. ત્યારે આશ્ચર્યની વાત નથી કે, ગુજરાત ભાજપ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાનને પક્ષનો ચહેરો બનવા ઈચ્છતો હતો. 

ગુજરાતમાં મોદીનોએટલો દબદબો છે કે, એક મહિના પહેલા રાજ્યના મોરબી જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના પણ મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની શકી ન હતી. અપેક્ષાઓથી વિપરીત આ દુર્ઘટના ભાજપ પર વિપક્ષના હુમલાનો મુખ્ય વિષય બની શકી નથી. જો કોઈ કેન્દ્રીય વ્યક્તિ હોય તો તે નરેન્દ્ર મોદી હતા.  

ભાજપ સરકાર નહીં મોદી સરકાર

સમગ્ર ગુજરાતની ચૂંટણી દરમિયાન પીએમ મોદી લાર્જર ધેન લાઈફ દેખાયા. નવાઈની વાત નથી કે બીજેપીની ચૂંટણી ડિક્શનરીમાં માત્ર 'મોદી સરકાર' છે 'ભાજપ સરકાર' નથી. આમ તો આ પહેલા પણ થઈ ચૂક્યું છે, પરંતુ આ વખતે ભાજપે પીએમ મોદીના નામ પર જ વોટ માંગ્યા છે. 1995થી ગુજરાતમાં સત્તા પર હોવા છતાં, ભાજપે તેના પ્રચારમાં માત્ર છેલ્લા 20 વર્ષના પક્ષના શાસનનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ અઠવાડિયા સુધી મોદી લગભગ દર બીજા દિવસે ગુજરાતમાં પ્રચાર કર્યો અને એક દિવસમાં 3-4 રેલીઓને સંબોધિત કરી.

વ્યક્તિગત હુમલાઓ પીએમ મોદીને મદદ કરી 

જ્યારે પણ વિપક્ષે પીએમ મોદી પર અંગત પ્રહારો કર્યા છે ત્યારે તેમની લોકપ્રિયતા પહેલા કરતા વધી ગઈ છે. 2007માં જ્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ તેમને 'મોતના વેપારી' કહ્યા ત્યારે એક રીતે સમગ્ર ગુજરાતમાં ભાજપના સમર્થનમાં રેલી નીકળી અને ભાજપને મુદ્દા વિનાની ચૂંટણીમાં 117 બેઠકો મળી. 2012ની ચૂંટણી 2014માં દેશના વડાપ્રધાન બનવા માટે મોદીને ટેકો આપવાના ભાવનાત્મક મુદ્દા પર લડવામાં આવી હતી. તે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 71.3 ટકા મતદાન થયું હતું.

2017માં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ મોદીને 'નીચ' કહ્યા હતા અને આ ખૂબ જ પ્રચારિત નિવેદને પીએમ મોદીની તરફેણમાં સહાનુભૂતિની લહેર ઉભી કરી હતી. જો કે, તે ચૂંટણીમાં મોટો મુદ્દો પાટીદાર અનામત આંદોલનનો હતો જેના માટે ભાજપને નુકસાન થયું હતું અને તેની બેઠકો 100થી નીચે આવી ગઈ હતી. હવે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને '100 માથાવાળા રાવણ' કહ્યા હતા. ખડગેનો મતલબ હતો કે, પીએમ મોદીના ચહેરાનો લોકસભાથી લઈને નાગરિક ચૂંટણી સુધી ઉપયોગ થાય છે. પરંતુ ભાજપના લોકોએ પક્ષના હિત માટે આ નિવેદનનો લાભ ઉઠાવવામાં કોઈ કસર છોડી ન હતી.

ગુજરાતમાં મળ્યા સહાનુભૂતિના મત ? 

ભાજપ માટે સહાનુભૂતિના મત મેળવવા મોદી આક્રમક બન્યા છે. પીએમ મોદી પરના વ્યક્તિગત હુમલાને ગુજરાતના ગૌરવ પરના હુમલા તરીકે જાહેર કરવામાં આવે છે કારણ કે પીએમ આ પેઢીમાં રાજ્યના સૌથી મોટા વ્યક્તિત્વ છે. આ વખતે ભાજપના પ્રચારનું કેન્દ્રબિંદુ ગુજરાતી ઓળખ અને ગૌરવ રહ્યું છે. પીએમ મોદી અવારનવાર ચૂંટણી રેલીઓમાં 'આ ગુજરાત મેં બનાવ્યું છે' નું ઉચ્ચારણ કરે છે, જેણે રેલીઓમાં પ્રાણ પૂર્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ