બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat patidar andolan reaction on withdrawal of patidar cases

પ્રતિક્રિયા / 2022ની ચૂંટણીમાં વોટ લેવા માટે તો આ કેસ પાછા નથી ખેંચ્યા ને ?, કોંગ્રેસ નેતાઓનો ટોણો

Khyati

Last Updated: 06:10 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર આંદોલનના કેસ પાછા લેવાતા પાટીદાર અગ્રણીમાં ખુશી, જેરામ પટેલે કહ્યું કે આનો તમામ શ્રેય ભૂપેન્દ્ર પટેલની સરકારને.

  • પાટીદાર આંદોલનના અમદાવાદના 10 કેસ પરત ખેંચાયા
  • આંદોલન કરવુ બંધારણીય હક છે- કિરીટ પટેલ
  •  વોટ લેવા આ કેસ પાછા તો નથી ખેંચ્યા ને??- વીરજી ઠુમ્મર

રાજ્ય સરકારે પાટીદાર આંદલન સમયે થયેલા કેસ પરત ખેંચવા પોઝિટીવ વલણ અપનાવ્યુ છે. રાજ્યની અલગ અલગ કોર્ટમાં સરકારે કેસ પરત ખેંચવા અરજી કરી છે. 2015માં થયેલા આંદોલનને લઇને કોર્ટે પાટીદારો સામેના 48 કેસ પરત ખેંચ્યા છે. હજી રાજ્યની કોર્ટોમાં પાટીદારોમાં 178 કેસ પેન્ડિંગ છે.  આંદોલન સમયે ટોટલ 900 કેસ પાટીદારો સામે નોંધાયા હતા. જેમાંથી 485 કેસ શરૂવાતમાં ટકવાપાત્ર ન હોવાથી કોર્ટે તેને નિકાલ કર્યો હતો. સરકારે 235 કેસની યાદી કોર્ટેને સોંપી હતી.ત્યારે હવે અમદાવાદના 10 કેસ પરત ખેંચાતા પાટીદાર અગ્રણીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.તો બીજી તરફ કોંગ્રેસે સરકારને ઘેરવામાં કંઇ બાકી રાખ્યુ ન હતું.

 વોટ લેવા આ કેસ પાછા તો નથી ખેંચ્યા ને??- વીરજી ઠુમ્મર

તો કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે નિવેદન આપ્યું કે  પાટીદાર સમાજના યુવાનોએ PAAS જેવી સંસ્થા બનાવી જે આંદોલન કર્યું તેમાં ખોટી રીતે કેસ કરી ડરાવવા ધમકાવવા પ્રયત્ન કર્યા. પાટીદાર સમાજ ગૃહમંત્રી સરદાર પટેલ ના વારસદાર છે, આજે 10 કેસ પાછા ખેંચ્યા છે.હજુ પણ જે કેસ બાકી છે તે તમામ પાછા કહેવા અપીલ કરું છું અમારી બેન દીકરીઓને ઘરમાં ઘુસીને માર્યા હતા, એમાં જવાબદાર પોલીસ અધિકારી પર પગલાં લેવામાં આવે.  વધુમાં આ મામલે તેઓએ સવાલ પણ ઉઠાવ્યા કે  ઘણા લાંબા સમય બાદ કેસ પાછા ખેંચવા નિર્ણય કર્યો છે,2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે વોટ લેવા આ કેસ પાછા તો નથી ખેંચ્યા ને ??  હજુ અપૂરતા જેસ પાછા ખેંચ્યા છે..સરકારે નિર્દોષ પાટીદાર યુવાનો પર ના બાકી ના કેસો પણ પાછા ખેચી લેવા જોઈએ તેમ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું.

 

આંદોલન કરવું બંધારણીય હક છે- કિરીટ પટેલ 

તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે નિવેદન આપ્યું કે આંદોલન એ બંધારણીય હક છે. અત્યારે ચૂંટણી આવી રહી છે એટલે કેસ પરત ખેંચ્યા. સરકારે તમામ કેસ પરત ખેંચવા જોઇએ.  મોટાભાગના કેસ લડીને પુરા કર્યા છે.  કેટલાક કેસમાં સજા પણ થઇ છે. બીજા સમાજ પર જે કેસ થયા છે એ પણ પરત ખેંચવા જોઈએ તેમ જણાવ્યું હતું.

 

શું કહે છે પાટીદાર અગ્રણી

પાટીદાર આંદોલનના 10 કેસ પાછા લેવાતા પાટીદાર અગ્રણી જેરામ પટેલે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.  તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વિશે રજૂઆત કરી હતી તેમણે આ બાબતે  વ્યક્તિગત રીત રસ લઇને કેસ પરત ખેંચવામાં જે ભૂમિકા ભજવી તેને અભિનંદન પાઠવીએ છીએ.  આંદોલન વખતથી આ માગણીઓ ચાલતી આવે છે.

નરેશ પટેલના રાજકારણમાં એન્ટ્રી મામલે નિવેદન

ગુજરાતમાં પાટીદાર આગેવાનોમાં મોટું નામ ધરાવતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પણ નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઇ. આ મામલે જેરામ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મારી નરેશભાઇ સાથે આ મુદ્દે ચર્ચા થઇ નથી. નરેશભાઇને રાજકારણમાં જવા માટેનો વ્યક્તિગત નિર્ણય હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ