બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government in active mode to prevent irregularities inAyushman Bharat Yojana

કાર્યવાહી / આયુષ્માન યોજનામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં: 9 હોસ્પિટલો કરાઈ સસ્પેન્ડ, એક બ્લેકલિસ્ટ

Malay

Last Updated: 10:28 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ભારત યોજના: સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની કરાઈ તપાસ, જેમાં 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને કરાઈ બ્લેકલિસ્ટ.

  • ગુજરાતની 832 હોસ્પિટલમાં તપાસ કરાઈ
  • સરકાર દ્વારા 9 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ
  • એકને ડિ-એમ્પેનલ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

ગુજરાત સરકાર "એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મ'' યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે પ્રયત્નશીલ  છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે. આ અંગે PMJAYના મદદનીશ નિયામક દ્વારા માહિતી આપવામાં આવી છે. 

હવે ફ્રીમાં મળશે 5 લાખનું આયુષ્માન કાર્ડ, મોદી સરકારે આ ફી કરી દીધી માફ |  Now you will get 5 lakh Ayushman card for free
ફાઈલ ફોટો

રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે અપાય છે આરોગ્ય કવચ 
 “પી.એમ.જે.એ.વાય.-મા”ના મદદનીશ નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર “એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
     

ફાઈલ ફોટો


ગેરરીતિ ન થાય માટે SAFUની કરાઈ છે રચના
આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-1711, ખાનગી- 789, GOI-18 એમ કુલ 2518  હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 4039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનિંટરિંગ કરવામાં આવે છે.

જાણી લો હેલ્પ લાઈન નંબર
લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800-233-1022 પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર 24x7 કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત 900થી 1000 કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત 3000થી વધુ કોલ પણ કરવામાં આવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ