બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / GT vs MI, IPL 2023, Qualifier 2 Live Updates: Shubman Gill, Wriddhiman Saha Take Gujarat Titans Off To Steady Start

IPL 2023 / GT માટે IPL ફાઈનલમાં આવવાની રાહ બની આસાન, પહાડી સ્કોરથી મુંબઈને મૂક્યું ફિક્સમાં, આપ્યો 234 રનનો ટાર્ગેટ

Hiralal

Last Updated: 10:20 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે આઈપીએલની સેમિફાઈનલ રમાઈ રહી છે.

  • અમદાવાદના મોદી સ્ટેડિયમમાં શરુ થઈ GT અને MI વચ્ચે સેમિફાઈનલ
  • જે ટીમ જીતશે તે ચેન્નઈની સામે ટકરાશે ફાઈનલમાં
  • બન્ને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ

આઈપીએલ 2023ની બીજી સેમિફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. શુભમન 60 બોલમાં 129 રનની તોફાની ઈનિંગ રમી આઉટ, રોહિતએ પીઠ થાબડી હતી. GTએ પહાડ જેવો સ્કોર બનાવ્યો, 20 ઓવરમાં માર્યા 233 રન

શુભમન ગિલે ફટકારી સદી
અમદાવાદનું ગ્રાઉન્ડ શુભમન ગિલને હંમેશા ફળ્યું છે. મુંબઈ ઈન્ડીયન્સ સામેની મેચમાં શુભમન ગિલે વિસ્ફોટક સદી ફટકારી હતી. શુભમને ગિલે 49 બોલમાં 100 રન કર્યાં હતા. 
ગુજરાત માટે ગિલની શાનદાર અર્ધસદી
અમદાવાદનું ગ્રાઉન્ડ શુભમન ગિલને હંમેશા ફળ્યું છે. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરીને અર્ધ સદી ફટકારી હતી. તેણે 32 બોલમાં 50 રન બનાવ્યાં. 

ગુજરાતને પહેલો ફટકો, સાહા આઉટ .
ગુજરાતની પ્રથમ વિકેટ રિદ્ધિમાન સાહાના રૂપમાં પડી હતી. તે 18 રન બનાવી આઉટ થયો હતો. પિયુષ ચાવલાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુજરાતે 6.2 ઓવરમાં 54 રન કર્યા હતા.

ગુજરાતે 4 ઓવરમાં 27 રન બનાવ્યા 
ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 27 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 11 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. સાહાએ 13 બોલમાં 13 રન બનાવ્યા છે. આકાશ મધવાલે એક ઓવર કરી છે. તેણે 7 રન આપ્યા છે.

ગુજરાતે 2 ઓવરમાં 13 રન બનાવ્યા
ગુજરાતે 2 ઓવરમાં 13 રન બનાવ્યા હતા. ગિલે 4 બોલમાં એક ફોરની મદદથી 9 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા 4 રન સાથે રમી રહ્યો છે. મુંબઈ તરફથી કેમરૂન ગ્રીને બીજી ઓવર ફટકારી હતી. તેણે 10 રન આપ્યા હતા.

 ગુજરાતે પહેલી જ ઓવરમાં 3 રન બનાવ્યા
ગુજરાત ટાઇટન્સે પ્રથમ ઓવરમાં જ 3 રન બનાવ્યા હતા. સાહા 5 બોલમાં 2 રન સાથે રમી રહ્યો છે. શુભમન ગિલ 1 રન બનાવ્યા બાદ ક્રિઝ પર હાજર છે. બેહરેન્ડોર્ફે મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 3 રન આપ્યા હતા.

મુંબઈ એક, ગુજરાતે બે ફેરફાર કર્યાં 
મુંબઈએ એક અને ગુજરાતે બે ફેરફાર કર્યા છે. મુંબઈએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં હૃતિક શોકીનની જગ્યાએ કુમાર કાર્તિકેયને સામેલ કર્યો છે. ટાઇટન્સે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે અને સાઇ સુદર્શન અને જોશ લિટલને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યા છે. આ મેચના વિજેતાનો મુકાબલો રવિવારે રમાનારી ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સામે થશે. આમને સામને મુકાબલામાં ગુજરાતે બે વખત મુંબઈને હરાવ્યું છે, જ્યારે રોહિતની ટીમ એક વખત જીતી ચૂકી છે.

ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન) : રિદ્ધિમાન સાહા (વિ.કી.), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડયા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી

મુંબઇ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટ કીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પિયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ