બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / GST collection figures will tear eyes, this is the fourth time this year

દિલ્હી / સરકારી તિજોરીમાં રૂપિયાનો વરસાદ, GST કલેક્શનનો આંકડો જાણી ફાટી જશે આંખો, ચાલુ વર્ષમાં ચોથી બન્યું આવું

Priyakant

Last Updated: 04:31 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Collection News : ચાલુ નાણાકીય વર્ષમાં ચોથી વખત GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે

  • સપ્ટેમ્બર મહિનો GSTથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો
  • સપ્ટેમ્બરમાં સરકારનું GST કલેક્શન રૂ. 1,62,712 કરોડ 
  • ચાલુ નાણાકીય વર્ષમાં ચોથી વખત GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું 

GST Collection : સપ્ટેમ્બર મહિનો GSTથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હવે દર મહિને કેન્દ્ર સરકારની તિજોરીમાં લાખો કરોડો રૂપિયા નાખે છે. સપ્ટેમ્બરમાં સરકારનું GST કલેક્શન રૂ. 1,62,712 કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે સરકારનું GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.

દર મહિને વધી રહ્યું છે કલેક્શન 
અગાઉ ઓગસ્ટ મહિનામાં સરકારને GST માંથી 1,59,069 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 6 મહિનામાં પ્રથમ વખત રૂ. 1.60 લાખ કરોડથી ઓછું GST કલેક્શન હતું. તે પહેલા સરકાર માર્ચ 2023 પછી દર મહિને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરતી હતી. જો એક વર્ષ પહેલાની સરખામણી કરવામાં આવે તો ઓગસ્ટમાં GST કલેક્શન પણ સારું હતું, કારણ કે ઓગસ્ટ 2022ની સરખામણીમાં કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો હતો.

રેકોર્ડ સાથે શરૂઆત કરી
નાણાકીય વર્ષ 2023-24 GST ની દૃષ્ટિએ ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. આ નાણાકીય વર્ષની શરૂઆત નવા રેકોર્ડ સાથે થઈ હતી, જ્યારે એપ્રિલમાં સરકારી તિજોરીમાં 1.87 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. જે એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2022 કરતા 12 ટકા વધુ હતું. ઉપરાંત અત્યાર સુધીના કોઈપણ એક મહિનામાં GST કલેક્શનનો આ શ્રેષ્ઠ આંકડો હતો.

આ રીતે તિજોરીમાં ટેક્સ આવ્યો
સપ્ટેમ્બર મહિના દરમિયાન સરકારને કેન્દ્રીય GST માંથી રૂ. 29,818 કરોડ, રાજ્ય GST માંથી રૂ. 37,657 કરોડ અને સંકલિત GST માંથી રૂ. 83,623 કરોડ મળ્યા હતા. ઇન્ટિગ્રેટેડ GST ના આંકડામાં માલની આયાતમાંથી મળેલા રૂ. 41,145 કરોડનો પણ સમાવેશ થાય છે. સરકારને સેસમાંથી રૂ. 11,613 કરોડ મળ્યા જેમાં આયાતમાંથી રૂ. 881 કરોડનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન સરકારે ઈન્ટિગ્રેટેડ GST માંથી સેન્ટ્રલ GSTઅને સ્ટેટ GST ને અનુક્રમે રૂ. 33,736 કરોડ અને રૂ. 27,578 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું. આમ, સપ્ટેમ્બર 2023ના મહિના દરમિયાન કેન્દ્રીય GST માંથી સરકારની કુલ કમાણી રૂ. 63,555 કરોડ અને રાજ્ય GST માંથી રૂ. 65,235 કરોડ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ