બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Govt Servants Should Not Use Mobiles For Personal Work During Office Hours: Madras HC To Govt

કામની ખબર / ઓફિસમાં અંગત કામ માટે મોબાઈલ વાપર્યો તો નોકરી ગઈ સમજો,હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 04:03 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુની મદુરાઈ કોર્ટે એવો મોટો ચુકાદો આપતા જાહેર કર્યું છે કે સરકારી કર્મચારીઓએ ઓફિસના સમયમાં અંગત કામ માટે મોબાઈલ ન વાપરવો જોઈએ.

  • મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો 
  • સરકારી કર્મીઓને કહ્યું,ઓફિસોમાં અંગત કામ માટે મોબાઈલ ન વાપરો
  • કોર્ટે સરકારે કાયદો ઘડવાનો આપ્યો આદેશ 

તામિલનાડુની મદુરાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા એવું જણાવ્યું કે  સરકારી કર્મચારીઓએ ઓફિસના સમય દરમિયાન અંગત કામ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જોઇએ. 

કર્મીઓ ઉપરી અધિકારીની પરમિશન લઈને બહાર જઈને વાત કરી શકે 
કોર્ટે તમિલનાડુ સરકારને આ અંગે નિયમો ઘડવાનું અને આ નિયમોનું પાલન ન કરનારની સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમે કહ્યું કે જો કોઈ સ્થિતિમાં ઈમરજન્સી કોલ કરવાની નોબત આવે તો કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીઓની પરમિશન લઈને બહાર જઈ શકે અને મોબાઈલ વાપરી શકે. તમામ સંજોગોમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ રાખવો જોઈએ અથવા તો વાઈબ્રેશન, સાયલન્ટ મોડ પર રાખવો જોઈએ જેથી કરીને કામ માટે ઓફિસોમા આવતા લોકોને કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે. 

મહિલા કર્મચારીની અરજી પર હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મામલો મદુરાઈનો છે. અહીંની મદ્રાસ હાઈકોર્ટની બેંચે સરકારી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. આ અરજી આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીએ કરી હતી. તે ઓફિસના કામ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો મળી આવ્યો હતો. આ કારણે વિભાગે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આની સામે તેમણે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં વિભાગને તેમના સસ્પેન્શન ઓર્ડરને રદ કરવાનો આદેશ આપવામાં આવે તેવી માગણી કરી હતી.

ઓફિસોમાં મોબાઈલનો ઉપયોગ સારો ટ્રેન્ડ નથી 
અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમે કેસની વિગતોમાં જવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આજકાલ આ ખૂબ સામાન્ય વાત બની ગઈ છે કે સરકારી કર્મચારીઓ ઓફિસના કામ દરમિયાન વ્યક્તિગત કામ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ સારો ટ્રેન્ડ નથી. જસ્ટિસે કહ્યું કે  ઓફિસોમાં મોબાઈલ ફોનના ઉપયોગને કારણે લોકોની માનસિક શાંતિ હણાતી હોય છે અને આને કારણ સરવાળે જાહેર ઓફિસોના કામકાજ પર અવળી અસર પડતી હોય છે અને તેથી કોર્ટનો એવો અભિપ્રાય છે કે સરકારે આ કેસની ગંભીર નોંધ લેવી જોઈએ. સાથે જ કોર્ટે અરજી દાખલ કરનાર મહિલા કર્મચારીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ