બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Good news regarding 'Staff Selection Commission' Exam

આવકારદાયક નિર્ણય / ગુજરાતી વિધાર્થીઓને ઉજ્જવળ તક, સ્ટાફ સિલેક્શન પરીક્ષામાં મળશે આ મોટો લાભ

Priykant Shrimali

Last Updated: 11:14 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરતી SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશનનો મોટો નિર્ણય

  • સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ને લઈ સૌથી મોટા સમાચાર 
  • SSC પહેલીવાર ગુજરાતી, હિંદી-ગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે
  • ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લામાં આપી શકશે પરીક્ષા 
  • કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પણ પરીક્ષા આપી શકાશે

સ્ટાફ સિલેક્શન કમિશન ( SSC )ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે સ્ટાફ સિલેક્શન કમિશન પહેલીવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. જેની શરૂઆત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (નૉન-ટેકનિકલ) એક્ઝામિનેશન-2022થી થશે. આ મામલે સ્ટાફ સિલેક્શન કમિશને જણાવ્યું હતું કે, ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લા, કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પરીક્ષા આપી શકશે.

સરકારની સૌથી મોટી ભરતી એજન્સીઓમાંની એક SSC નો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોમાં તમામ ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C (નોન-ટેકનિકલ) પદોની ભરતી કરવાનો છે. કમિશન દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનું માધ્યમ સામાન્ય રીતે હિન્દી અને અંગ્રેજી છે. જોકે હવે પહેલીવાર સ્ટાફ સિલેક્શન કમિશન ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. 

ફાઇલ તસવીર 

શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ ? 
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ પગલું તમામ નોકરી શોધનારાઓને સમાન સ્તરનું પ્લેઇંગ ફીલ્ડ પ્રદાન કરવા અને ભાષાના અવરોધને કારણે કોઈને નકારવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે.  તેમણે કહ્યું કે, આનાથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોને ફાયદો થવાની સંભાવના છે. આ ઐતિહાસિક પગલા પછી બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓને ધીમે ધીમે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે.

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)શું કાર્ય કરે છે? 
SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશન કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરે છે. સરકારી પોસ્ટ પર ભરતીની કામગીરી સંભાળતી એજન્સીઓમાં SSC ની ગણના સૌથી મોટી એજન્સીઓમાં થાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

SSC એક્ઝામિનેશન ગુજરાતીમાં પરીક્ષા પ્રાદેશિક ભાષાઓ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમિશન Staff Selection Commission Exam
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ