બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Good news! Bank employees can get a big relief for taking week off, just have to accept this condition

વિચારણા / ગુડ ન્યુઝ! week offને લઇ બેંકના કર્મચારીઓને મળી શકે છે મોટી રાહત, બસ માનવી પડશે આ શરત

Vishal Khamar

Last Updated: 07:44 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન બેંક યુનિયનોની 5 દિવસના કાર્ય સપ્તાહની માંગ પર વિચાર કરી રહ્યું છે. જો આ માંગ સફળ થશે તો ટૂંક સમયમાં બેંક કર્મચારીઓને દર અઠવાડિયે 2 દિવસની રજા મળશે.

  • IBA બેંક યુનિયનોની પાંચ દિવસીય કાર્ય સપ્તાહની માંગ પર કરી રહી છે વિચારણા
  • ટૂંક સમયમાં બેંક કર્મચારીઓને 2 દિવસની સાપ્તાહિક રજા મળશે
  • હાલમાં બેંક કર્મચારીઓને શનિવારે એક સપ્તાહની રજા મળે છે

જો તમે બેંક કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં બેંક કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) બેંક યુનિયનોની પાંચ દિવસીય કાર્ય સપ્તાહની માંગ પર વિચાર કરી રહી છે. જો આ માંગ સફળ થશે તો ટૂંક સમયમાં બેંક કર્મચારીઓને 2 દિવસની સાપ્તાહિક રજા મળશે. જો કે, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 5 દિવસના વર્ક વીકમાં કામના કલાકો દરરોજ 50 મિનિટ વધારી શકાય છે.
નોંધનીય છે કે હાલમાં બેંક કર્મચારીઓને શનિવારે એક સપ્તાહની રજા મળે છે. જો આ નિયમનો સ્વીકાર કરવામાં આવે તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળશે. પરંતુ આ માટે સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે.
 

દર શનિવાર અને રવિવારે રજા રહેશે
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એસ નાગરાજને જણાવ્યું હતું કે સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. અત્યારે બેંક કર્મચારીઓ વૈકલ્પિક શનિવારે કામ કરે છે. 
IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને 2 દિવસની રજા અંગે વાતચીત ચાલી રહી છે. અહેવાલો અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે. પરંતુ કર્મચારીઓએ દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધારાનું કામ કરવું પડશે.
 

માર્ચ 2023માં બેંકો 12 દિવસ બંધ રહેશે
માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. આખા દેશમાં કેટલીક બેંકોની રજાઓ હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ એટલે કે રાજ્યમાં ઉજવાતા તહેવારને અનુલક્ષીને રજા રહેશે. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023 માં ઘણા તહેવારો છે જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે. જો કે, આ રજાઓ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ હોય છે. આ રજાઓ ચોક્કસ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં ચોક્કસ પ્રસંગોની સૂચના હેઠળ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ