બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Ghee dam overflows in Dwarka, several areas turned into bats in Bhavnagar, waist-deep water

રેડ એલર્ટ / દ્વારકામાં ઘી ડેમ ઑવરફ્લો, ભાવનગરમાં બેટમાં ફેરવાયા કેટલાય વિસ્તારો, કમર સુધી ભરાયા પાણી

Vishal Khamar

Last Updated: 06:29 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને પગલે દ્વારકા, જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું છે. ત્યારે ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • દ્વારકાનો ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થયો 
  • ભાવનગરમાં વરસાદે સર્જી તારાજી 
  • આજે ભાવનગરમાં અપાયુ છે રેડ એલર્ટ

દ્વારકાનો ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થયો 
દ્વારકાનો ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થયો છે. ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે સિંચાઈ તેમજ પીવાનાં પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતો ડેમ છલકાયો છે. 

ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા 
દ્વારકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા, હર્ષદ, ભોગાત પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા- હર્ષદ હાઈવે પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

લાંબા ગામની બજારોમાં કેડ સમાણા પાણી વહેતા થયા
કલ્યાણપુર તાલુકાનાં લાંબા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામની બજારોમાં ધસમસતા પાણીનાં પુર વહેતા થયા હતા. લાંબા ગામની બજારોમાં કેડ સમા પાણી વહેતા થયા હતા. સોસાયટીનાં મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. ધોધમાર વરસાદનાં કારણે લાંબા ગામની બજારોમાં પાણીનાં ભરાઈ ગયા હતા. લાંબા ગામની બજારોમાંથી નીકળવાનું બંધ થયું હતું. ધોધમાર વરસાદનાં કારણે લાંબા ગામ પાણી પાણી થઈ ગયું હતું. 

પાણી ભરાયેલા વિસ્તારોની મેયર કીર્તિબેને લીધી મુલાકાત
ભાવનગરમાં વરસાદે તારાજી સર્જી છે. શહેરનાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પ્રભાવિત વિસ્તારોનું મેયર કીર્તિબેન દાણીધારીયાએ નિરીક્ષણ કર્યું હતું. શહેરનાં રેલ્વે સ્ટેશન વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. 

કાળુભારના પાણી ફરી વળતા અનેક ગામડા સંપર્ક વિહોણા
ભાવનગર ભાલમાં કાળુભારનાં પાણી ફરી વળ્યા હતા. દેવળીયા, પાળીયાદ સહિતનાં વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. કાળુભારનાં પાણી ફરી વળતા અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા. તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા.

વરસાદી પાણી ભરાતા ઘરનો સામાન પલળી ગયો
ભાવનગર જીલ્લામાં વરસાદ પડતા પાણી-પાણી થઈ જવા પામ્યું હતું. સીદસર નજીક આવેલી વાળંદ સોસાયટીમાં પાણી ભરાયા હતા.  લોકોનાં ઘરમાં પાણી ફરી વળ્યા ભારે નુકશાન થયું હતું. વરસાદી પાણી ભરાતા ઘરનો સામાન પલળી ગયો હતો. વાળંદ સોસાયટીનાં 40 થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા. 

જિલ્લાનું પાળીયાદ ગામ સંપર્ક વિહોણું 
ભાવનગર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે ભારે વરસાદને પગલે જીલ્લાનું પાળીયાદ ગામ સંપર્ક વિહોણું થયુ  હતું.  ગામમાં કાળુભાર નદીનાં પાણી ફરી વળ્યા હતા. 

આજે ભાવનગરમાં અપાયુ છે રેડ એલર્ટ
ભાવનગર શહેરમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. આજે ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર મઢીયા રોડ પર પાણી ભરાયાં હતા. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ