બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / geeta jayanti 2023 never do these mistake with bhagavad gita at home

ધર્મ / શ્રીમદ ભગવત ગીતા ઘરમાં હોય તો ભૂલથી પણ ન કરતાં આ કામ, જીવનમાં મચશે મહાભારત, જાણી લો ગીતા રાખવાના નિયમ

Manisha Jogi

Last Updated: 06:10 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોક્ષદા અગિયારસ 22 ડિસેમ્બરે છે. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરે શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

  • મોક્ષદા અગિયારસ 22 ડિસેમ્બરે છે
  • ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે
  • ઘરે  શ્રીમદ ભગવત ગીતા હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી 

મોક્ષદા અગિયારસ 22 ડિસેમ્બરે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ ગીતામાં જણાવવામાં આવ્યો છે.  શ્રીમદ ભગવત ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ શ્રીકૃષ્ણના મુખેથી થઈ છે. આ કારણોસર દર વર્ષે ગીતા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરે  શ્રીમદ ભગવત ગીતા હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, નહીંતર જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી શકે છે. 

ગીતા પઠન

  • જે ઘરમાં નિયમિતરૂપે ગીતા પઠન કરવામાં આવે ત્યાં ખુશીઓનો વાસ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ધર્મ, કર્મ, નીતિ, સફળતા અને સુખનું રહસ્ય છુપાયેલું છે, જેનું પઠન કરવાથી તમામ સમસ્યાનું નિવારણ મળી રહે છે. 
  • શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન કરવાથી પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતાનો સંચાર થાય છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 
  • ગીતાનું પઠન કરવાથી માનસિક પરેશાની, ગૃહ કલેશથી મુક્તિ, વિરોધીઓનો સામનો કરવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તવિકતાનો પરિચય કરાવે છે.  
  • ગીતાના પઠનની સાથે હવન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. 
  • નિયમિતરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન કરવાથી મૃત્યુ પછી પિશાચ યોનિથી મુક્તિ મળે છે. 

 શ્રીમદ ભગવત ગીતા રાખવાના નિયમ

  •  શ્રીમદ ભગવત ગીતા એક પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ રાખવા માટે અને તેના પાઠ કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  શ્રીમદ ભગવત ગીતા સ્વચ્છ અને પવિત્ર સ્થળ પર જ રાખવી જોઈએ. 
  • નહાયા વગર, ખરાબ હાથથી ગીતાને સ્પર્શવું ના જોઈએ. નહીંતર વ્યક્તિ પાપનો ભાગી બને છે. માનસિક અને આર્થિક તણાવ થાય છે. 
  •  શ્રીમદ ભગવત ગીતા જમીન પર રાખીને ના વાંચવી જોઈએ. ગીતા રાખવા માટે પૂજા ચૌકી અથવા લાકડીના સ્ટેન્ડનો ઉપયોગ કરવો. ગીતા હંમેશા લાલ કપડામાં બાંધીને રાખવી. 
  • ગીતાનું પઠન કરવા માટે પોતાના જ આસનનો ઉપયોગ કરવો. અન્ય વ્યક્તિના આસનનો ઉપયોગ ના કરવો. ગીતાના પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું. 
  • દિવસમાં કોઈપણ સમયે ગીતાના પાઠ કરી શકો છો, પરંતુ કોઈ અધ્યાય શરૂ કરો તો તેને અધૂરો ના છોડવો જોઈએ, પૂર્ણ કર્યા પછી જ ઊભું થવું જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ