બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / France on fire again: The situation is critical for the second day in a row of terrible violence and arson

ફ્રાંસમાં હિંસા / ફરી ભડકે બળ્યું ફ્રાંસ: સતત બીજા દિવસે ભયંકર હિંસા અને આગચંપીથી હાલત અતિગંભીર, જાણો શું છે કારણ

Priyakant

Last Updated: 11:43 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

France Violence News: ફ્રાંસમાં કિશોરને પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમો તોડવા બદલ ગોળી મારી દેતાં મોત, કિશોરની હત્યાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, અત્યાર સુધીમાં અનેક વાહનોને આગના હવાલે કરાયા

  • ફ્રાંસમાં એક કિશોરની હત્યા બાદ હિંસા ફાટી નીકળી 
  • પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમો તોડવા બદલ કિશોરને ગોળી મારી 
  • પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી કિશોરને છાતીમાં ગોળી વાગતા મોત 
  • કિશોરની હત્યાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, હિંસા ફાટી નીકળી 

ફ્રાંસમાં એક કિશોરની હત્યા બાદ હિંસા ફાટી નીકળ્યાને બે દિવસ થયા છે, જેમાં દેશના જુદા જુદા ભાગોમાંથી આગચંપી અને પથ્થરમારાના અહેવાલો આવી રહ્યા છે. લોકોની ભારે ભીડ પોલીસ અને સુરક્ષા દળો પર હુમલો કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે હિંસાના સંબંધમાં 31 લોકોની ધરપકડ કરી છે. હિંસાને કારણે 24 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

શું છે સમગ્ર મામલો ?  
વાત જાણે એમ છે કે, મંગળવારે ફ્રાંસની રાજધાની પેરિસના ઉપનગર નાનતેરેમાં એક કિશોરને પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમો તોડવા બદલ ગોળી મારી દીધી હતી. પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી કિશોરને છાતીમાં ગોળી વાગી હતી. આ પહેલા પોલીસે જણાવ્યું કે, કિશોરે પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો, જેના પર પોલીસે ગોળીબાર કર્યો. જોકે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ખોટું બોલી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

મોટી સંખ્યામાં લોકોની ધરપકડ
આ તરફ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી દીધી હતી. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. નાનતેરે શહેરમાં વિરોધીઓએ આતશબાજી કરતાં આગ લાગી હતી. આ હિંસા દેશના વિવિધ ભાગોમાં ફેલાઈ ગઈ છે. બસોને આગ ચાંપવામાં આવી છે. દક્ષિણ ફ્રાંસના શહેર તુલોઝમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે હિંસાના આરોપમાં 31 લોકોની ધરપકડ કરી હતી. હિંસાની ઘટનાઓમાં 24 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ફ્રાંસમાં આ ઘટનાને લઈને રાજકારણ શરૂ
ફ્રાંસમાં પોલીસકર્મી દ્વારા કિશોરની હત્યાની નિંદા કરવામાં આવી રહી છે. અનેક સેલિબ્રિટીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સરકારે પોતાના નિવેદનમાં સુરક્ષા દળોની પણ ટીકા કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે. કિશોરની હત્યા અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે. આ હત્યાકાંડને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તમને જણાવી દઈએ કે, ફ્રાંસમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ નિયમોમાં સુધારાની માંગ ઉઠવા લાગી છે. ખાસ કરીને વંશીય લઘુમતીઓ સાથેના વ્યવહારમાં પોલીસના વર્તનની ટીકા થવા લાગી છે. ગયા વર્ષે ફ્રાંસમાં પોલીસ કાર્યવાહીમાં 13 લોકોના મોત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ