બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / રાજકોટ / Former MLA of BJP Dr. Bharat Boghra made a video and explained the facility of Hirasar Airport

રાજકોટ / 'જ્યારે કોઇ નવી વ્યવસ્થા ઊભી થાય ત્યારે નાની-મોટી અગવડતા તો પડે', કોઇનું પણ નામ લીધા વિના ડૉ. ભરત બોઘરાનો કટાક્ષ

Malay

Last Updated: 11:42 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: જાણીતા લેખક જય વસાવડાએ હિરાસર એરપોર્ટની સુવિધાની ટીકા કરતો વીડિયો બનાવ્યા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.ભરત બોઘરાએ નામ લીધા વિના એરપોર્ટની વિશેષતાઓ અંગે વાત કરી.

  • રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ વીડિયો વાયરલ મામલો
  • એરપોર્ટથી ડૉ.ભરત બોઘરાએ વીડિયો વાયરલ કર્યો
  • વીડિયોમાં એરપોર્ટ વિશેની વિશેષતાઓ જણાવી
  • અગાઉ લેખક જય વસાવડાનો વીડિયો થયો હતો વાયરલ

Rajkot News: ગુજરાતના જાણીતા લેખક, સાહિત્યકાર અને વક્તા જય વસાવડાના રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ત્યારે હવે તેમના વીડિયો સામે જસદણના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.ભરત બોઘરાએ એરપોર્ટ પર જઇને વીડિયો બનાવ્યો છે. ભરત બોઘરાએ વીડિયો બનાવી જય વસાવડાના વીડિયોનો જવાબ આપી જણાવ્યું કે, આ એરપોર્ટનું ટર્મિનલ છે, તે ટેમ્પરરી છે. આ એરપોર્ટ માટેનું મેઈન ટર્મિનલ બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે. લગભગ એપ્રિલ મહિના સુધીમાં એ ટર્મિનલ શરૂ થઈ જશે. આ એરપોર્ટ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. જેથી કોઈ ગેરસમજ ન થાય તેવા ઈરાદા સાથે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. 

આ એક ટેમ્પરરી ટર્મિનલ છેઃ ડૉ.ભરત બોઘરા
પૂર્વ ધારાસભ્ય ડૉ.ભરત બોઘરાએ જણાવ્યું કે, આ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઇટનું પણ સંચાલન થવાનું છે. ડોમેસ્ટિક ફ્લાઇટની ફિકવંસી પણ વધવાની છે. સાથે સાથે કાર્ગો ટર્મિનલ પણ બનવાનું છે. આનાથી નાના ઉદ્યોગો પણ ફાયદો થશે. નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અને પ્લાનિંગ એમાં ક્યારેય કોઈ શંકા રાખવાની જરૂર નથી. ફરી વખત કહું છું કે આ એક ટેમ્પરરી ટર્મિનલ છે. 

'નવી વ્યવસ્થા ઉભી થતી હોય ત્યારે કોઈ નાની અગવડતા હોય'
તેઓએ વધુમાં જણાવ્યું કે, જે તે સમયે પાણીની લાઇનમાં ખરાબીના કારણે શૌચાલયોમાં પાણી આવી રહ્યું ન હતું, પરંતુ ટેમ્પરરી ટર્મિનલમાં પણ અત્યારે કોઈ અસુવિધા નથી. એપ્રિલ સુધીમાં રેગ્યુલર ટર્મિનલ ચાલું થવાનું છે. જ્યારે કોઈ નવી વ્યવસ્થા ઊભી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆતમાં નાની-મોટી અગવડતા ઊભી થાય, તે આપણે બધાએ સંભાળી લેવી જોઈએ. એટલા માટે કારણ કે આ રાજકોટ આપણું છે, આ એરપોર્ટ આપણું છે. લોકોની વચ્ચે સાચી માહિતી જાય તે માટે મેં આ વીડિયો બનાવ્યો છે. મહત્વનું છે કે, જય વસાવડાના વીડિયો બાદ ભાજપના પૂર્વ ધારાસભ્યએ વીડિયો બનાવી ખુલાસો કરવો પડ્યો જેને લઇને લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જય વસાવડાએ એરપોર્ટની સુવિધાની કરી હતી ટીકા
આપને જણાવી દઈએ કે, જય વસાવડાએ તાજેતરમાં રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને એરપોર્ટની સુવિધા અંગે ટીકા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટના શૌચાલયમાં પાણી જ નથી આવતું, ત્યાં પ્લાસ્ટીકની બે બોટલો મુકાઈ છે. સાથે જ રાજકોટનું નવું એરપોર્ટ શહેરથી 31 કિલોમીટર દૂર આવેલું છે. મુસાફરો માટે આ નવી નસીબની બલીહારી છે. 

સુવિધાની મોટી-મોટી વાત પોકળ સાબિત થઈઃ જય વસાવડા
જય વસાવડાએ કહ્યું હતું કે, આપણા પીએમ મોદી જેવા તેવા પ્રોજેક્ટ હાથમાં લ્યે જ નહીં, તેમના પ્રોજેક્ટમાં ઉત્સવ જેવો માહોલ હોઈ. તેઓ ગુજરાતમાં હતા ત્યારે પણ તેમના પ્રોજેક્ટમાં ડિઝાઈન-પ્રેઝન્ટેશન અદભૂત રહ્યા છે. તો હિરાસર એરપોર્ટમાં આવું કેમ. એરપોર્ટમાં કાર્ડ બોર્ડના મોટા બોક્સ બનાવી એરપોર્ટ ઉભુ કરી દેવાયું છે. સેન્સ તથા એથીક વગરના ચોકઠા બનાવી દેવાયા છે. આ એરપોર્ટની સુવિધાની મોટી-મોટી વાત થઈ હતી, તે તમામ પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ