બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Foreign Minister Dr. S. Jaishankar visited Pramukh Nagari

PSM100 / પ્રમુખ સ્વામી નગર જોઈને અભિભૂત થયા વિદેશમંત્રી ડો. એસ. જયશંકર, કહ્યું- વસુધૈવ કુટુમ્બકમની ભાવના આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી

Dinesh

Last Updated: 10:22 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે પ્રમુખ નગરીની વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મુલાકાત લીધી છે, તેમણે કહ્યું કે, વસુધૈવ કુટુમ્બકમની ભાવના પ્રમુખ નગરીમાં જોવા મળી

  • વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે પ્રમુખ નગરીની લીધી મુલાકાત 
  • 'વસુધૈવ કુટુમ્બકમની ભાવના પ્રમુખ નગરીમાં જોવા મળી'
  • પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે


અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે જેની અનેક મહાનુભવો મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે આજે ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે પ્રમુખ નગરીની મુલાકાત લીધી છે. 

વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે પ્રમુખ નગરીની લીધી મુલાકાત 
વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તેઓએ 50થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે તેમજ 17,000થી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે. 1200થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, 7 લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે.

'વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળી'
ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, સંવેદનશીલતા, સેવા, સમુદાય અને માનવતા આ ચાર આદર્શો આ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. આધુનિકતા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય આ બી.એ.પી.એસ સંસ્થા અને તેના મંદિરોમાં જોવા મળે છે. વ્યક્તિગત સ્પર્શએ પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થાની આગવી વિશેષતા છે. "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને તે આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી છે.

પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે તૈયાર કરાયેલી પ્રમુખસ્વામી નગરી કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. અહીં નગરમાં અનેકવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ છે. આધ્યાત્મિક અને વિજ્ઞાનનું મહત્વ સમજાવતી પ્રતિકૃતિઓ સાથે  જીવનમાં વિજ્ઞાન સાથે ધર્મનું મહત્વ સમજાવા રોકેટ, અને આઈન્સ્ટાઈનના સૂત્ર સાથે સાથે સાથિયા, ધૂપ, ૐ જેવી ભારતીય સંસ્કૃતિને દર્શાવતી પ્રતિકૃતિઓ લગાવાઈ છે. તો લંડનના એક ગ્રુપે બનાવેલું  પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે આ પેઈન્ટિંગ પેકેજિંગ બબલ રેપમાંથી  તેયાર કરવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગ લંડન મંદિરની મહિલા મંડળે કરી તૈયાર કર્યું છે. નવાઈની વાત એ છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હિસ્સો બનવા માટે અમેરિકાથી ગૂગલના સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અક્ષર મોદી પણ સ્વયંસેવક તરીકે જોડાયા છે. તેઓ બાપાના પ્રસંગ માટે ખાસ 1 મહિનાની રજા લઈને આવ્યા છે. 

ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે

  • 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
  • 11 જાન્યુઆરીએ  BAPS એશિયા પેસિફિક દિવ 
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
  • 14  જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ