બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / First the bike was thrown, later the students were thrown in the air, the video of the car accident came to light

કર્ણાટક / પહેલાં બાઇકને ફંગોળ્યું, બાદમાં વિદ્યાર્થીનીઓને હવામાં ઉછાળી, સામે આવ્યો જોરદાર કાર અકસ્માતનો Video

Priyakant

Last Updated: 08:43 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Accident Video News: બેફામ કારે સ્કૂલની વિદ્યાર્થિનીઓને અડફેટે લેતાં હવામાં ઊછળી, અકસ્માતનો ડરામણો વીડિયો સામે આવ્યો

  • કર્ણાટકના રાયચુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના 
  • બેફામ કારે ચાર લોકોને જોરદાર ટક્કર મારી
  • ત્રણ યુવતીઓ અને એક યુવક ઇજાગ્રસ્ત 

કર્ણાટકના રાયચુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક બેફામ કારે ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાં ત્રણ યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. જેમાં ત્રણને ગંભીર અને એકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કારે કેવી રીતે તમામ લોકોને અડફેટે લીધા તે જોઈ શકાય છે. વીડિયો ખૂબ જ ડરામણો છે. કારણ કે અથડામણ બાદ રસ્તા પર આવેલી સ્કૂલની વિદ્યાર્થિનીઓ લાંબા અંતર સુધી હવામાં કૂદતી જોવા મળી હતી.

કર્ણાટકના રાયચુરમાં આ ઘટના 18 જુલાઈની બપોરે બની હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે, કે રોડની બીજી બાજુથી બાઇક સવાર યુ ટર્ન લેવા માટે બાઇકને ફેરવે છે. સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની કારે તેમના બાઇકને બાજુમાંથી જોરથી ટક્કર મારી હતી. કાર અથડાતાની સાથે જ બાઇક ફંગોળાઇ જાય છે અને ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર રોડ પર પડી જાય છે.

આ પછી અસંતુલિત કાર રસ્તાના કિનારે ચાલી રહેલી બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિદ્યાર્થિનીને સહેજ ટક્કર લાગતા જ તે બાજુ પર પડી જાય છે. જોકે એક વિદ્યાર્થીની કારની આગળની બાજુ સાથે અથડાતાની સાથે જ તે હવામાં કેટલાય ફૂટ કૂદવાનું ચાલુ રાખે છે અને લગભગ 20 ફૂટ દૂર પડી જાય છે.

આ તરફ કાર સવાર કાર સહિત સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાસ્થળે ખળભળાટ મચી ગયો છે. રાહદારીઓ અને દુકાનદારો ઈજાગ્રસ્તોને મદદ કરવા દોડી આવ્યા હતા. તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે રાયચુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તે લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી અને તેની કાર કબજે કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ