બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / firing incident in america many people got caught in rapid firing near commonwealth university

BIG BREAKING / અમેરિકામાં વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોને વાગી ગોળી, 3ની હાલત ગંભીર

Malay

Last Updated: 07:58 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Gun Firing: વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટનામાં 7 લોકોને ગોળી વાગી છે. જેમાંથી ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે.

 

  • અમેરિકામાં ગોળીબારની મોટી ઘટના
  • કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
  • બે શકમંદોની ધરપકડ કરવામાં આવી 

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જીનિયામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીની પાસે એક હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ હુમલાખોરોએ 7 લોકોને ગોળી મારી હતી. પોલીસ અને સ્કૂલ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ ફાયરિંગ મામલે બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગ
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, અંધાધૂધ ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઘટના બાદ એક્શનમાં આવી પોલીસ
થિયેટરની અંદરના અધિકારીઓએ સાંજે 5.15 વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જેઓને ગોળી વાગી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થિયેટરની અંદર ફાયરિંગની ઘટના બનશે તેવું વિચાર્યું પણ નહોતું. પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા શખ્સોની ઓળખ જાહેર કરી નથી.

રવિવારે કેલિફોર્નિયામાં બની હતી ફાયરિંગની ઘટના
આ પહેલા કેલિફોર્નિયાના સનીવેલ શહેરમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના રવિવારે બની હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ એક પરિવારની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પોલીસ વડા બિલ વેગાસે જણાવ્યું હતું કે, ગોળીબારનો ભોગ બનેલા ત્રણ બાળકો સહિત ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ પણ બાળકોને જીવલેણ ઈજાઓ થઈ નથી. સનીવેલ સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 65 કિમી દૂર આવેલું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ