બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Farmers' tension will increase, big news about class 3 government recruitment, WFI office escaped from the hands of Brijbhushan, see news super fast

2 મિનિટ 12 ખબર / ખેડૂતોનું વધશે ટેન્શન, વર્ગ 3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર, બૃજભૂષણના હાથમાંથી છટકી WFI ઓફિસ,જુઓ સમાચાર સુપર ફાસ્ટ

Vishal Khamar

Last Updated: 11:19 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તો રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગે લીધો મહત્વનો નિર્ણય. વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનમાં શરૂ થયો અંદરો અંદર ખટરાગ.

ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.

Makar Sankranti 2024 uttarayan wind speed in gujarat

ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો હશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. વર્ગ 3ના 5 હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યુઝ મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંક કરવા નીકળતા હોઈ જોગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા છે. દીપડો પકડાય નહી ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે. તેમ જાણવા મળી રહ્યું છે. 

MP Mansukh Vasava has once again come out against Narmada officer Raj

સાંસદ મનસુખ વસાવાનો ફરી રોષ ઉભરાયો છે. નર્મદાના અધિકારી રાજ સામે ફરી સાંસદ મનસુખ વસાવાએ હૈયાવરાળ ઠાલવી છે. નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતાં ગંભીર આરોપ લગાવ્યાં છે.

A 29-year-old Class-II officer died of a heart attack in Gandhinagar, and reached Civil by himself due to chest pain.


ગાંધીનગરનાં સહયોગ સંકુલ ખાતે છેલ્લા બે-ત્રણ મહિનાથી સહયોગ સંકુલમાં પાણી પુરવઠા કચેરી ખાતે ટ્રેનિંગ માટે આવેલા 29 વર્ષીય પ્રોબેશન અધિકારી જયંત કુંજબિહારી સોનીને છાતીમાં દુઃખાવો થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તાત્કાલીક આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી હતી. પરંતું સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. 

Surat Police has made special arrangements for New Year celebrations

નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસ દ્વારા 200થી વધુ બ્રેથ એનેલાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જાહેર જગ્યાઓ પર ભીડ એકઠી ન થાય તેનું વિશેષ આયોજન કરાયું છે. પોલીસે કરેલા કોમ્બિંગમાં પ્રોહીબિશન અંગે 6 દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા છે. કોમ્બિંગમાં 81 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. કારના બોનેટ પર બેસીને તાયફા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે.

 ayodhya ram mandir news voting for lord ram lalla idol temple trust to select best among three designs

અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક થવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામલલાની પ્રાણપતિષ્ઠા માટે ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે અને ત્રણેય અલગ-અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. જેની સાથે સવાલ એ ઊભો થયો હતો કે રામલલાના અભિષેક માટે આ ત્રણમાંથી કઈ પ્રતિમાની પસંદગી કરવામાં આવે. જે માટે મતદાન પ્રક્રિયા કરાઈ છે અને કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે ભગવાન રામલલાની મૂર્તિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. રામ લલ્લાની મૂર્તિને આખરી ઓપ આપવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં ગર્ભગૃહમાં રામ લલ્લાની કઇ મૂર્તિ સ્થાપિત કરવી તે નક્કી ચર્ચા કરાશે જે બાદ ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

ram lalla chief priest satyendra das give credit to pm modi and cm yogi for construction of ram mandir

હજારો વર્ષ જેની રાહ જોવામાં આવતી હતી તે રડીયામણી ઘડી હવે આંગણે ટકોરો મારી રહી છે. અયોધ્યાના આંગણે નવનિર્મિત ભવ્યાતીભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી 2023 ના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઉત્સ જાજરમાન ઉત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અગાઉ ભગવાન રામના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભગવાન શ્રી રામ જન્મભૂમિના આંદોલન સાથે જોડાયેલ તેમની યાદો શેર કરી હતી.

The India coalition of the opposition was formed for the same purpose, now the infighting has started

વિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન રચાયું હતું તે જ હેતુ માટે હવે અંદરો અંદરો ખટપટ શરૂ થઈ છે. આ ગઠબંધન લોકસભાની ચૂંટણી લડવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હવે આ પક્ષો વચ્ચે લોકસભા સીટોની વહેંચણીને લઈને ઘર્ષણ શરૂ થઈ ગયું છે. શિવસેના UBTના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને સીટ શેરિંગનો અરીસો બતાવ્યો છે. રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસે શૂન્યથી શરૂઆત કરવી પડશે.

Mamta Banerjee said TMC will not alliance with INDIA or congress in west bengal

લોકસભા ચૂંટણી પહેલા TMCની પ્રમુખ અને પ.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષી દળોનાં ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે 2024માં TMC બંગાળમાં કોઈ પણ પાર્ટી સાથે ચૂંટણીને લઈને કોઈપણ કરાર નહીં કરે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપની સામે સાથે મળીને ચૂંટણી લડશે પણ બંગાળમાં ટીએમસી એકલાહાથે ભાજપની સામે લડશે. તે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓની સાથે ગઠબંધન નહીં કરે. 


રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ શુક્રવારે 29 ડિસેમ્બર ભારતીય રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ઑફિસને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નિવાસસ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ બૃજભૂષણના પરિસરને ખાલી કર્યા પછી WFI નવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે. WFIનું નવું કાર્યાલય નવી દિલ્હીના હરિ નગર વિસ્તારમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ