બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / famous bollywood director-producer saawan kumar tak has died by heart attack

દુઃખદ / સનમ બેવફા જેવી સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરે નિધન, ઉધાર માંગીને કરી હતી કરિયરની શરૂઆત

Khevna

Last Updated: 09:57 AM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા બૉલીવુડ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.

  • બૉલીવુડ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું નિધન 
  • હાર્ટ એટેકને કારણે થયું નિધન 
  • સલમાન ખાને પણ કર્યું ટ્વિટ 

બૉલીવુડ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું નિધન 

બૉલીવુડનાં ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેમને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ હતી અને લાંબા સમયથી બીમાર પણ હતાઆ. 24 ઓગસ્ટનાં રોજ તકલીફ વધ્યા બાદ તેમને મુંબઈનાં કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અહીં જ તેમને અંતિમ શ્વાસો લીધા. 

સાવન કુમાર ટાકના ભત્રીજા અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસર નવીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સાવનજીને ગઇકાલે સાંજેલગભગ સવા ચાર વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને કારણે તેમનું મૃત્યુ થયું છે. અંતિમ સંસ્કાર 26 ઓગસ્ટનાં રોજ પવન હંસ શમશાન ઘાટમાં કરવામાં આવશે. 

આજીવન રહ્યા કુંવારા 
જણાવી દઈએ કે સાવન કુમાર ટાક જીવનભર કુંવારા રહ્યા હતા. તેમણે લગ્ન ન હોતા કર્યા. પરિવારમાં તેમના ઉપરાંત 3 બહેનો અને એક ભાઈ છે. ટાકે પોતાની કરિયરની શરૂઆત એક ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી હતી અને એક ગીતકાર તરીકે પણ કામ કર્યું હતું. 

ઉધાર લઈને બનાવી હતી પહેલી ફિલ્મ 
એક જૂના ઇન્ટરવ્યૂમાં સાવને જણાવ્યું હતું કે તેમણે પોતાની પહેલી ફિલ્મ 'નૈનિહાલ' 25 હજાર રૂપિયા ઉધાર લઈને બનાવી હતી. આ ઉધાર તેમણે પરિવારના જ એક સદસ્ય પાસેથી લીધો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 1965માં તેઓ મુંબઈ આવ્યા હતા. અહીં 2-3 સ્ટુડિયોમાં તેમણે કિસ્મત અજમાવી, પરંતુ ક્યાંય તક મળી નહીં. ત્યાર બાદ તેમણે ખુદ કંઇ કરવાનો નિર્ણય લીધો. પોતાની બહેન પાસેથી 25 હજાર રૂપિયા ઉધાર માંગ્યા. બહેને તો ના પાડી દીધી હતી. તેમની પાસે આઇડિયા તો પહેલાથી જ હતો. આ પ્રકારે તેમણે કરિયરની શરૂઆત કરી હતી. 

જણાવી દઈએ કે નૈનિહાલ બાદ સાવને એકઠી ચઢિયાતી એક ફિલ્મ બનાવી હતી, જેમાંઆ સનમ બેવફા, સૌતન, સાજન બીના સુહાગન જએવી હિટ ફિલ્મો પણ સામેલ છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતોના બોલ પણ લખ્યા હતા. 

સલમાન ખાને પણ કર્યું ટ્વિટ 

જણાવી દઈએ કે સાવન કુમાર ટાકનાં નિધન પર બૉલીવુડની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ટાકની ફિલ્મ સંયમ બેવફામાં કામ કરી ચૂકેલ સલમાન ખાને એક થ્રો બેક તસવીર પણ શેર કરી છે અને લખ્યું છે કે ઈશ્વર તમને પોતાના ચરણોમાં સ્થાન આપે, હંમેશા તમારો આદર અને સમ્માન કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ