બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Ex Ranji cricketer who entered the Guinness Book of Records defrauded 60 companies to the tune of Rs 3 crore

સ્પોર્ટ્સ / ક્રિકેટ છોડીને બન્યો મહાઠગ.! 60 કંપનીઓને લગાવ્યો કરોડોનો ચૂનો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે નામ

Manisha Jogi

Last Updated: 04:12 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિનીઝ બુકમાં નામ નોંધાવનાર પૂર્વ રણજી ક્રિકેટરે 60 કંપનીઓ સાથે રૂ.3 કરોડની છેતરપિંડી કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીના સલાહકાર બનીને ઠગી કરી.

  • પૂર્વ રણજી ક્રિકેટર નાગરાજૂ બુદુમરુએ કરી છેતરપિંડી.
  • નાગરાજૂ બુદુમરુની કરવામાં આવી ધરપકડ.
  • સનરાઈઝર્સ હૈદરાબાદનો પણ ભાગ રહી ચૂક્યા છે.

આંધ્રપ્રદેશના પૂર્વ રણજી ક્રિકેટર નાગરાજૂ બુદુમરુની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે. નાગરાજૂ બુદુમરુ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેણે 60 કંપનીઓ સાથે 3 કરોડ રૂપિયાની ઠગી કરી હતી. 28 વર્ષીય નાગરાજૂ બુદુમરુની 12 લાખ રૂપિયાની ઈલેક્ટ્રોનિક્સ ચેન સાથે છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીના સલાહકાર બનીને ઠગી કરી હતી. 

ધ હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આરોપી નાગરાજૂ બુદુમરુએ ખુદને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીના સહયોગી ગણાવ્યા હતા. આ પ્રકારે નાગરાજૂ બુદુમરુએ ઈલેક્ટ્રોનિક સ્ટોરના એક કર્મચારીને ફોન કર્યો હતો અને પૈસાની માંગ કરી હતી. આરોપી નાગરાજૂ બુદુમરુએ પોતાની ઓળખ અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ની સાથેનું જોડાણ દર્શાવવા માટે નકલી દસ્તાવેજ ઉભા કર્યા હતા. 

પોલીસે ખુલાસો કર્યો

આરોપી નાગરાજૂ બુદુમરુને 12 લાખ રૂપિયા આપ્યા બાદ કંપનીએ પૂર્વ ક્રિકેટર સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ડીલ બાબતે કોઈ વાત થઈ નથી. સાઈબર ક્રાઈમના DCP ડૉ.બાલસિંગ રાજપૂતે હિંદુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘ફરિયાદ નોંધાવ્યા પછી અમારી ટીમે તે પૈસાને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપી નાગરાજૂ બુદુમરુનું નામ સામે આવ્યું હતું. આરોપી નાગરાજૂ બુદુમરુની તેના પૈતૃક સ્થળ યાવરીપેટ્ટામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સ્થળ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું છે.’

સનરાઈઝર્સ હૈદરાબાદે કરી હતી ખરીદી

પોલીસે આપેલ જાણકારી અનુસાર આરોપી નાગરાજૂ બુદુમરુએ 3 કરોડ રૂપિયા માટે 60 કંપનીઓ સાથે છેતરપિંડી કરી છે. આરોપી પાસેથી 7.6 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. નાગરાજૂ બુદુમરુ વર્ષ 2014થી 2016 સુધી આંધ્ર રણજી ટ્રોફી ટીમનો હિસ્સો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો પણ ભાગ રહી ચૂક્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ ક્રિકેટરે MBA કર્યું છે. નાગરાજૂ બુદુમરુનું વર્ષ 2016માં સૌથી લાંબા નેટ સત્ર માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ પણ નોંધાયેલું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ