બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 'Even minimal penetration is sufficient to establish sexual intercourse', says HC in attempt to rape case

રેપ કેસમાં ચુકાદો / 'થોડું પેનિટ્રેશન સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ સાબિત કરવા પૂરતું', 7 વર્ષની બાળકી રેપ કેસમાં HCનો ચુકાદો

Hiralal

Last Updated: 08:08 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે 7 વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ કરનાર આરોપીને સજા યથાવત રાખતાં એક મોટી ટીપ્પણી કરી છે.

  • સાત વર્ષની બાળકીના રેપ કેસમા હાઈકોર્ટનો મત 
  • થોડું ઘણું પેનિટ્રેશન પણ રેપ ગણાય
  • આરોપીની સજા યથાવત રાખી 

હાઈકોર્ટ સગીરા પર રેપના આરોપીને છોડી મૂકવાના જરા પણ મૂડમાં નથી. રેપના પ્રયાસમાં થોડા પેનિટ્રેશનને (બળજબરીથી સ્ત્રીના ગુપ્તાંગમાં પુરુષનું ગુપ્તાંગ નાખવું) પણ હાઈકોર્ટે ગુનો માન્યો છે અને આરોપીની સજા યથાવત રાખી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, જો કોઈ પુરુષે ઓછામાં ઓછું પેનિટ્રેશન કર્યું હોય તો પણ તે યૌન સંબંધ સ્થાપિત કરવા માટે પૂરતું છે. "ગુનાની પ્રકૃતિ પછી ભલે તે બળાત્કાર હોય કે બળાત્કાર કરવાનો પ્રયાસ હોય, સાવચેતીપૂર્વક વિચારણા કરવાની જરૂર છે. જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માએ 2008માં સાત વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવા અને તેને એક રૂમમાં બંધ રાખવાના આરોપમાં એક વ્યક્તિને દોષિત ઠેરવવાના ચુકાદાને યથાવત રાખતા આ ટીપ્પણી કરી હતી. કોર્ટે દોષીતની પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડને પણ યથાવત રાખ્યો હતો.

કયા કેસમાં ચુકાદો 
સગીરાની માતાએ આ કેસની એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે આ વ્યક્તિ તેની બે સગીર પુત્રીઓને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાત વર્ષની પુત્રી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે તપાસમાં આ વ્યક્તિએ રેપનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું તેણે થોડું પેનિટ્રેશન કર્યુ હતું પરંતુ કોર્ટે થોડા પેનિટ્રેશનને પણ રેપ ગણાવ્યો છે. નીચલી કોર્ટે આરોપીને  પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ સજાની સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલને ફગાવી દેતા જસ્ટિસ શર્માએ કહ્યું હતું કે સગીર પીડિતાની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે, જ્યારે તેની નાની બહેન બહાર રાહ જોઈ રહી હતી ત્યારે તેને એકલી રૂમમાં લઈ જવામાં આવી હતી. બળાત્કારના પાસા પર કોર્ટે કહ્યું હતું કે, જુબાનીમાં એ પણ સ્પષ્ટ થાય છે કે તે વ્યક્તિએ પેનિટ્રેશન કર્યું છે. 

આરોપીએ પેનિટ્રેશનનો પ્રયાસ કર્યો તે રેપ ગણાય
કોર્ટે કહ્યું કે, બળાત્કારને નકારી કાઢવામાં આવ્યો છે કારણ કે ત્યાં કોઈ પેનિટ્રેશન થયું નથી, જોકે અપીલકર્તાએ પેનિટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે પીડિતને પીડા થઈ હતી. જો કે, પીડિતાની માતા ઘટના સ્થળે આવી હોવાથી અપીલકર્તા પોતાનું કૃત્ય પૂર્ણ કરી શક્યો ન હતો. જસ્ટિસ શર્માએ કહ્યું કે, એવું ન કહી શકાય કે પીડિતાને આવું બધું કહેવા માટે શીખવાડવામાં આવ્યું હતું.  સુનાવણી દરમિયાન આના કોઈ સંકેત મળ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ