બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Even after 27 years of rule, BJP high command confident of victory;

ઈલેક્શન 2022 / 27 વર્ષના શાસન બાદ પણ BJP હાઈકમાન્ડને જીત પર આટલો વિશ્વાસ કેમ? 3 પરિબળો છે જવાબદાર

Dinesh

Last Updated: 08:17 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 વર્ષના શાસન બાદ પણ BJP હાઈકમાન્ડને જીતનો વિશ્વાસ; હિન્દુત્વ પર ભાજપને ભરોસો તો આપની ગુજરાતમાં એન્ટ્રીથી થશે લાભ!

  • 27 વર્ષના શાસન બાદ પણ BJP હાઈકમાન્ડને જીતનો વિશ્વાસ
  • આપની ગુજરાતમાં એન્ટ્રી અને હિન્દુત્વ પર ભાજપને ભરોસો
  • ભાજપનો ટાર્ગટે 127થી વધુ બેઠકો પર જીત મેળવવાનો?


ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે જે લગાતાર સાતમી વખત જીતનો દાવો પણ કરી રહી છે. ભાજપ હિન્દુત્વ મતો સિવાય રાજ્યમાં કરેલા વિકાસ પર ભરોસો છે. છેલ્લા નવ મહિનામાં બે લાખ કરોડ પ્રોજેક્ટ ગુજરાતને મળવાથી પાર્ટી ખૂબ લાગી રહી છે. ચૂંટણી અનુલક્ષીને પ્રધાનમંત્રી મોદીના છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત પ્રવાસ વધી ગયા છે ગુજરાત એક્સો પો, રાષ્ટ્રીય રમોત્સવથી લઈ ચૂંટણી પ્રચારના રોડ શો અને જનસભાએને સંબોધી રહ્યા છે. 11 માર્ચના રોજ રોડ શો તેમજ સિંચાઈ, સ્વાસ્થય અને શૈક્ષિણીક પરિયોજનાના તેમજ વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીએ પૂરતી હાજરી આપી છે.

PM મોદીની ગુજરાત પર નજર
પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવામાં છે. 2001ના ભૂકંપમાં મૃત્યુ પામનાર 13000 લોકોની યાદમાં સ્મૃતિ વન સ્મારક અને વડોદરામાં એયરબસ તેમજ ટાટા સમુહ દ્વારા સંયુક્ત રૂપમાં સ્થાપના કરવાવાળી વિમાન નિર્માણની સુવિધા પણ સામિલ છે. જેનાથી માની શકાય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાત રાજ્ય માટે કેટલું ધ્યાન કેન્દ્રીત કરે છે અને રાજ્યના વિકાસ માટે તત્પરતા બતાવે છે. આજ સુધીમાં ગુજરાતમાં ભાજપનું સારોમાં સારો પ્રદર્શન 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહ્યો છે જે સમય મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે ભાજપને 127 બેઠકો મળી હતી. 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને સૌથી વધુ 149 સીટો આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ PM મોદીએ પ્રચારની પહેલી રેલીમાં 4 નવેમ્બરના રોજ કપરાડામાં કહ્યું હતું કે, આ ચૂંટણીમાં બધા જ રેકોર્ડ તોડવાના છે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રેકોર્ડ મારાથી વધુ હોવો જોઈએ અને તે હાંસલ કરવા માટે કામ કરવું પડે. તે રેલીમાં PM મોદીએ પાર્ટીનો ચૂંટણી નારો 'અમે આ ગુજરાત બનાવ્યું છે' જે લોન્ચ કર્યો હતો.

1. ગત ચૂંટણીથી કઈ રીતે વિશેષ આ ચૂંટણી ગણાય
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ગત ચૂંટણી અને 2012ની ચૂંટણીથી વિશેષ છે. જ્યારે 2012માં ચૂંટણીમાં મુખ્યમંત્રી મોદી હતા ત્યારે પાર્ટીએ 'હુ મોદીનો કાર્યકર્તા છું' જેવી થીમ એક અભિયાન શરૂ કર્યો હતો. 2017માં ભાજપનો નારો હતો કે, હુ છું વિકાસ, હુ છું ગુજરાતના નારા લગવ્યો હતો જેની સામે કોંગ્રેસનો નારો હતો કે, વિકાસ ગાંડો થયો છે જે અંતર્ગત વિરોધ કર્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સારી ટક્કર પણ આપી હતી પરંતું સરકાર બનાવવમાં નિષ્ફળ સાબિત થઈ. આ વખતે ભાજપે સિનિયર નેતા વિજય રૂપાણી અને નીતિન પટેલની પણ ટિકિટો કાપી નાંખી છે અને નવા ચહેરા જેવા કે, હાર્દિક પટેલ, રિવાબા જાડેજા, અલ્પેશ ઠાકોર જેવાઓ પર ભરોસો કર્યો છે. 2017 પછી ભાજપે કોંગ્રેસના 16 ધારાસભ્યોને ભાજપમાં લાવ્યા છે. જેમાંથી 11 ધારાસભ્યોને જ ભાજપે આ વખતે મેદાને ઉતાર્યાં છે જેના પરથી જાણી શકાય છે કે આ વખતે ભાજપે જીતી શકે તેવા ઉમેદવારો પર ભરોસો કર્યો છે. ભાજપનો ધ્યાન આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ છે જ્યાં 2017માં 54માંથી ફક્ત 23 સીટો જ મળી હતી. અનામત આંદોલનના કારણે ભાજપના પારંપારિક ગણાતા મતદાતા પટેલ પાટીદારોના કારણે ભાજપને નુકસાન થયું હતું

2. આપની ગુજરાતમાં એન્ટ્રી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસ મોંઘવારી, પાટીદોરો માટે અનામત આંદોલન, નોટબંધી જેવા મુદ્દાઓ ઉઠાવી રહી હતી પરંતું આ વખતે આપ પણ મેદાને છે જે ભ્રષ્ટ્રાચાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા અને બેરોજગારી મુદ્દાઓએ વિરોધ કરી રહી છે. આપ આ વખતે ગુજરાતમાં પૂરી તાકાતથી લડી રહી છે. એવું પણ મનાય છે કે આપે ભાજપના ગઢમાં લોકપ્રિયતા વધારી છે. આપે કેટલાક વાયદા પણ કર્યો છે જેમાં બેરોજગારી ભથ્થો, મફત વિજળી જેવી વિવિધ ગેરંટીઓ પણ આપી છે. 2021માં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 8470 સીટોમાંથી 6236 સીટો જીતી હતી અને કોંગ્રેસના ખાતામાં 1805 સીટો જીતી હતી તો 42  સીટ આમ આદમી પાર્ટી જીતી હતી. પરંતુ ભાજપને લાગે છે કે, આ ચૂંટણીમાં આપથી ભાજપને કોઈ પણ નુકસાન નહી થાય અને તે કોંગ્રેસને નુકસાન પહોંચાડશે.

3. હિન્દુત્વ પર ભાજપને ભરોસો
ગુજરાતમાં ભાજપને હિન્દુત્વ પર ભરપૂર ભરોસો છે. દરેક વખતે ખોબલે ખોબલે વોટ મળે છે જ્યારે આ વખતે પણ હિન્દુત્વનો મુદ્દો ચગેલો છે ત્યારે ભાજપને ભરોસો છે કે, આ વખતે પણ તેમને વોટ મળશે. ગત મહિને દિલ્હીના પૂર્વ મંત્રી અને આપ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમને એક કાર્યક્રમમાં ધાર્મિકતા બાબતે બબાલ થઈ હતી જેનાથી તેમને મંત્રીનો પદ પણ છોડવો પડ્યો હતો પરંતું જેનો ફાયદો ભાજપે ગુજરાતમાં ઉઠાવ્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પોસ્ટરો લગાવ્યા હતા જેમાં મુસ્લિમ ટોપી પહેરેલી દેખાય છે અને જેનાથી હિન્દુ વિરોધી ગણવામાં આવે છે. થોડા દિવસ અગાઉ દ્વારાકામાં ડીમોલેશનની કામગીરી ચલાવવામાં આવી હતી જે પણ ચર્ચાસ્પદ કિસ્સો બન્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ