બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Employment recruitment fair will be held in 4 colleges of Gandhinagar and Ahmedabad

રોજગાર મેળો / 500થી વધુ જગ્યાઓ માટે ભરતી, ધો.9-10-12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જૉબની શાનદાર તક

Malay

Last Updated: 12:27 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર અને અમદાવાદની 4 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં રોજગાર ભરતી મેળા યોજાશે. જેમાં વિવિધ સેક્ટરની 450 કંપનીઓ ભાગ લેશે.

 

  • 4 સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોમાં રોજગાર મેળા
  • 18મી માર્ચે રોજગાર કચેરી દ્વારા પણ ભરતી મેળાનું આયોજન
  • વિવિધ અગ્રણી કંપનીઓ રહેશે હાજર

નોકરી શોધી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજોમાં 14થી 16 માર્ચ સુધી ભરતી મેળા યોજવા જઈ રહ્યા છે. તો 18મી માર્ચે રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

4 કોલેજોમાં 16 માર્ચ સુધી ભરતી મેળો
અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ વિદ્યા શાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે રોજગાર મેળા યોજાશે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.

આજે ગાંધીનગર ખાતે જોબ ફેર
વિગતવાર વાત કરીએ તો આજે એટલે કે 14 માર્ચે ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે. આ ઉપરાંત ગાંધીનગર પોલિટેકનિકમાં 15 અને 16 માર્ચે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આવતીકાલે નરોડાની કોલેજ ખાતે યોજાશે ભરતી મેળો
સાથે જ આવતીકાલે એટલે કે 15મી માર્ચે અમદાવાદની નરોડા આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે જોબ ફેર યોજાશે. ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી મેળામાં 450 કંપનીઓ ભાગ લેશે. 

રોજગાર કચેરી દ્વારા યોજાશે ભરતી મેળો
આગામી 18મી માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા થકી 500 કરતા વધારે ઉમેદવારોની પસંદગી ઈન્ટવ્યુના માધ્યમથી કરવામાં આવશે. આ ભરતી મેળામાં ધોરણ 9, 10 અને 12 પાસ ઉમેદવારો સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ