બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Dominance of OBCs in local elections is waning'

નિવેદન / સ્થાનિક ચૂંટણીમાં OBCનું વર્ચસ્વ ઘટાડાઈ રહ્યુ છે', ગુજરાત કોંગ્રેસે ફરી જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી માંગ

Vishal Khamar

Last Updated: 12:06 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાનું વસ્તી ગણતરીને લઈને નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBCનું વર્ચસ્વ ઘટાડાઈ રહ્યુ છે.

  • ફરી જાતિ આધારિત વસ્તી ગણતરીની ઉઠી માગ
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચવડાનું વસ્તી ગણતરીને લઈ નિવેદન
  • 52 ટકા વસ્તી OBC સમાજની છેઃચાવડા

રાજ્યમાં ફરી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ઉઠી છે.  ત્યારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાનું વસ્તી ગણતરીને લઈ નિવેદન સામે આવ્યું છે.  આ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હાત 52 ટકા વસ્તી OBC સમાજની છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBCનું વર્ચસ્વ ઘટાડાઈ રહ્યુ છે. ત્યારે વસ્તી પ્રમાણે બજેટમાં OBCને રકમ ફાળવવામાં આવતી નથી.

આ બાબતે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ જ્યારે દેશનાં લોકોનાં પરસેવાનાં પૈસા  બેંકોમાં જે હોય એને લૂંટીને લઈ જવા વાળા નિરવ મોદી, લલિત મોદી જે ચોર લોકો છે.  એના માટેનું ભાષણ કર્યું. અને એના પછી ભાજપ દ્વારા એવો પ્રચાર કરવામાં  કે ઓબીસી સમાજનું અપમાન કર્યું. પણ ખરેખર ઓબીસી સમાજને અપમાન અને અન્યાય કર્યો હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું. જેમાં  સૌથી વધારે સમય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યા. આજે એમના શાસનકાળથી શરૂ કરીને 27 વર્ષ નાં ભાજપનાં શાસનમાં ગુજરાતમાં 52 ટકા વસ્તી ઓબીસી સમાજની છે. એને એનાં વસ્તીનાં પ્રમાણમાં ક્યારેય એક ટકો બજેટ પણ ફાળવવામાં નથી આવ્યું. 

અમિત ચાવડા(કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ)

ઓબીસી સમાજની અનામતને પૂરી કરવાવાળી પણ આજ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છેઃ અમિત ચાવડા
બીજી બાજુ જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી પણ ઓબીસી સમાજની અનામતને પૂરી કરવાવાળી પણ આજ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે. અને એક તરફ બજેટ નહી ફાળવવાનું  અને બીજી તરફ એનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જાય એટલે  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી અનામત  ખતમ કરી દેવાની. ઓબીસી સમાજ માટેનાં જે નિગમો છે. એને નહિવત રકમ ફાળવવાની અને બીજી બાજુ નરેન્દ્રભાઈ આખા દેશમાં ઓબીસીનાં નામે રાજનીતી કરે. આજે અમે નરેન્દ્રભાઈને પૂછવા માંગીએ છીએ કે કોંગ્રેસની સરકાર યુપીએ સરકાર હતી.  ત્યારે આખા દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરવામાં આવી હતી.  શું કામ એ આંકડાઓ છુપાવવામાં આવે છે. 

રિપોર્ટ અનુસાર રાહુલ ગાંઘીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારને UPA સરકાર દ્વારા 2011માં શરૂ કરવામાં આવેલી જાતિગત જનગણનાનાં આંકડાઓ જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે જો OBC, દલિત અને આદિવાસીઓને તેમની જનસંખ્યા અનુસાર દેશની રાજનીતિમાં પર્યાપ્ત પ્રતિનિધત્વ ફાળવવું હોય તો 2011માં થયેલ OBC સેંસસનાં રિપોર્ટ જાહેર કરવા પડશે.

OBCની આબાદી કેટલી છે?
તેમણે કહ્યું કે જ્યારે અમે દલિત, ઓબીસી, ભારતનાં લોકોની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે કે ક્યાં વર્ગની આબાદી સૌથી વધારે છે. જો તમે સરકારમાં સચિવોની સંખ્યા જુઓ તો માત્ર 7% ઓબીસી, આદિવાસી અને દલિત છે. તમે સંપત્તિનાં વિભાજન અને રાજનૈતિક પ્રતિનિધિત્વની વાત કરો એ પહેલાં દેશમાં ઓબીસી, આદિવાસીઓ અને દલિતોની આબાદી કેટલી છે એ સૌથી મોટો પ્રશ્ન છે. 

2011નાં OBC સેંસસને જાહેર કરવા કરી માંગ
તેમણે કહ્યું કે 2011માં કોંગ્રેસે જાતિ આધારિત જનગણના શરૂ કરી હતી. જો તમે સૌને એકસાથે વિકાસનાં રસ્તા પર લઈ જવા ઈચ્છો છો તો રાજનૈતિક પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે પ્રત્યેક વર્ગની જનસંખ્યા જાણવું સૌથી અગત્યનું છે. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે અનામત  પર 50%ની સીમા રાખવામાં આવી છે. રાહુલ ગાંધીએ આ સીમાને દૂર કરીને વસ્તી અનુસાર અનામત આપવાની સરકારને માંગ કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ