બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Do you know the difference between brain stroke and brain hemorrhage? Doing this immediately after an attack can save a person's life

હેલ્થ / શું તમે બ્રેન સ્ટ્રોક અને બ્રેન હેમરેજ વચ્ચેનું અંતર જાણો છો? અટેક આવતાની સાથે જ આ કામ કરવાથી બચી શકે છે વ્યક્તિનો જીવ

Megha

Last Updated: 02:17 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં બ્રેન સ્ટ્રોક આવવાની સંખ્યા વધી રહી છે. આજે તેના કારણો અને ઈલાજ જાણો .

  • શું તમારી જીવનશૈલી પણ અનિયમિત છે ?
  • બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજનો જીવલેણ હુમલો આવી શકે છે.
  • જાગૃતતા રાખવાથી બચાવી શકાય છે જીવ 

આજકાલ લોકોમાં એટેક આવવાની સંખ્યા વધતી જાય છે. બ્રેન સ્ટ્રોક અને બ્રેન હેમરેજ બંનેનું નામ તો તમે સાંભળ્યું હશે. પરંતુ હજી પણ લોકોને આ બંને વચ્ચેનો તફાવત ખબર નથી. ત્યારે આજે આપણે જાણીએ કે બ્રેન સ્ટ્રોક અને બ્રેન હેમરેજમાં અંતર શું છે ? કેમકે જો તમને આ અંતર ખબર હશે તો તમે કોઈકનો જીવ પણ બચાવી શકશો . 

બ્રેન સ્ટ્રોક અને બ્રેન હેમરેજમાં બહુ બેઝીક અંતર છે. બ્રેન સ્ટ્રોકના બે પ્રકાર હોય છે. પહેલું ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક અને બીજું હેમોરેજિક બ્રેન સ્ટ્રોક. હેમોરેજિક બ્રેન સ્ટ્રોકને આપણે સરળ ભાષામાં બ્રેન હેમરેજ તરીકે ઓળખીયે છીએ. તો તેના પહેલા પ્રકાર વિશે જોઈએ તો ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક ત્યારે થાય છે, જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસોમાં કોઈક અવરોધ ઊભો થાય અને ત્યારે લોહીનો સંચાર અવરોધિત થાય છે. આ એક લાઈફ સ્ટાઈલને લગતો રોગ છે. તેથી દેશના 85% લોકોને ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક જ આવે છે. જ્યારે હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ ત્યારે થાય છે જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસો ફાટી જાય. દેશનાં  લગભગ 15% લોકોને હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ થાય છે .     

ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકના કારણો :-
ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકનાં કારણોમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, સ્મોકિંગ, ખાન-પાનની અનિયમિતતા, લિપિડ કોલેસ્ટ્રોલમાં થતાં વધારાનો સમાવેશ થાય છે. તેનાથી રક્તવાહિનીઓ પાતળી થઇ જાય છે અને તેની અંદર ચર્બી જામવાથી તે જામ થઈ જાય છે. જેથી લોહીનો પ્રવાહ આગળ નથી જતો. કેટલાક લોકોમાં, જો હૃદયની સમસ્યા હોય, ખાસ કરીને જો હૃદયની અંદર ધમની ફાઇબરિલેશન હોય, તો હૃદયના લોહીમાં નાના ગઠ્ઠા અથવા ગંઠાવાનું નિર્માણ થાય છે અને તે આકસ્મિક રીતે મગજ તરફ જાય છે, પછી તેના કદ અનુસાર મગજની રક્તવાહિનીઓ પણ બ્લોક થાય છે.  જેનાથી લોહીનો સંચાર આગળ થતો નથી. ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક થવાથી તે વ્યક્તિને ચક્કર આવી શકે છે , તે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. શરીરની એક બાજુનાં અંગમાં ખાલીપણું પણ આવી શકે છે. ચહેરો વાંકોચૂંકો થઈ શકે છે અથવા અવાજ પણ જઈ શકે છે.

હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજનાં કારણો :-
હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ મોટાભાગે લોહીની નસો ફાટવાથી થાય છે. તેના મુખ્ય લક્ષણ માથું દુખવું કે બેભાન થવું છે. જો રક્તવાહિનીઓ પહેલાથી જ ખરાબ હોય, જો તેમાં નુકસાન હોય જેને એન્યુરિઝમ કહેવામાં આવે છે કે પછી નશોમાં કોઈ ખરાબી છે જેને આર્ટરીવેનસ માલફોર્મેશન (AVM) કહેવાય છે અથવા વધારે હાઈપરટેંશન છે જેના કારણે મગજની અંદર ખૂબ જ નાના ફુગ્ગાઓ બને છે, જેને વેરી એન્યુરિઝમ કહેવામાં આવે છે, તેમના ફૂટવાથી પણ હેમોરેજિક બ્રેઈન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ થઈ શકે છે. ઘણી વખત બ્લડ પ્રેશરમાં વધઘટ થવાથી પણ મગજની નસ ફાટી શકે છે. આ વસ્તુ શિયાળામાં કે વધુ ઠંડક હોય ત્યારે થાય છે.

ઈલાજ :- 
ડૉક્ટરના જણાવ્યા અનુસાર જો નાનપણથી જ રક્તવાહિનીઓમાં ઘણું નુકસાન થયું હોય, નસો ફાટી ગઈ હોય, બલૂન બની ગયું હોય કે નસોમાં કોઈ સમસ્યા હોય તો તેવાં કિસ્સામાં ઓપરેશન દ્વારા તેને ઠીક કરવામાં આવે છે. જેથી ફરીથી રક્તસ્ત્રાવ ન થાય. જ્યારે હળવા રક્તસ્રાવની સારવાર દવાઓ દ્વારા કરવામાં આવે છે. જો મગજનો સ્કીમિયા હોય એટલે કે રક્તવાહિનીઓ બંધ હોય અને લોહીનો પુરવઠો ન જતો હોય તો તે ભાગમાં થયેલું નુકસાન સીટી સ્કેનમાં તરત દેખાશે. તે અવરોધને દવાઓ અથવા વિશેષ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ સ્ટ્રોક આવ્યાના 4 થી 6 કલાકમાં એવી હોસ્પિટલમાં પહોંચો કે જ્યાં શ્રેષ્ઠ ન્યુરોસર્જન, ન્યુરોલોજીસ્ટ, સીટી સ્કેન, સીટી એન્જીયોગ્રાફી, એમઆરઆઈ, હૃદયની ઇકોકાર્ડિયોગ્રાફી વગેરેની સુવિધા ઉપલબ્ધ હોય જેથી દર્દીનો જીવ બચાવી શકાય . જો વધુ સમય અહીં-તહીં જવામાં વેડફાય છે, તો તે દર્દીનાં જીવન માટે ઘાતક બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ