ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Dhirendra Shastri's big statement about Navratri and Lovejehad

અંબાજી / ગરબામાં એન્ટ્રી માટે માથે તિલક અને ગંગાજળનું આચમન જરૂરી', નવરાત્રી તથા લવજેહાદને લઇ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 03:46 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધામધૂમથી લોકો નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી બનાસકાંઠાનાં અંબાજી ખાતે નવરાત્રીનાં પ્રથમ દિવસે બે દિવસીય કથાનું આયોજન કર્યું હતું. તેમજ અમદાવાદમાં પણ બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્પેશ્યલ કથા કરવામાં આવશે.

ADVERTISEMENT

  • યાત્રાધામ અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 
  • ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક પ્રવીણ કોટની પત્રકાર પરિષદ
  • ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા કરશે પગપાળા યાત્રા

અંબાજીમાં કથા બાદ બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ આયોજક પ્રવીણ કોટક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે. 

મારી અરજી માં અંબા એ સ્વીકારી - ધીરેન્દ્ર શાસ્ત્રી
યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજક પ્રવિણ કોટક દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. તેમજ ધીરેન્દ્ર શાસ્તીર ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજીમાં અંબાએ સ્વીકારી છે. 

ગરબામાં ગૌ મૂત્ર તેમજ ગંગાજળ પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ - ધીરેન્દ્ર શાસ્ત્રી
હાલ રાજ્યમાં વધતા જતા લવ જિહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, લવ જિહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. તેમજ નવરાત્રીમાં ગરબામાં આવનાર મુસ્લિમ યુવકો પર પ્રહાર કર્યો હતો. ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. તેમજ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Muslim youths dhirendra shastri drinking Ganga water striking અંબાજી ગંગાજળ પીવડાવવું ધીરેન્દ્ર શાસ્ત્રી નિવેદન Ambaji

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ