ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devsingh Maliwal of Mahisagar took a decision to not cut his beard and hair for the Ram temple.

આસ્થા / અયોધ્યામાં નરસંહાર જોઈ મહીસાગરના કાર સેવકે લીધી હતી મક્કમ ટેક, 35 વર્ષના સંકલ્પનો આવશે અંત

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:57 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar news: લુણાવાડાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ માલીવાલ જ્યારે કારસેવક બનીને અયોધ્યા 1990માં ગયા હતા ત્યારે દાઢી અને વાળ નહી કાપવાનો સંકલ્પ લીધો હતો

ADVERTISEMENT

  • અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
  • કારસેવકનો પ્રેરણાદાયક સંકલ્પ
  • દેવસિંગભાઈ કારસેવક તરીકે ગયા હતા અયોધ્યા


અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મહીસાગરના કારસેવકનો એક પ્રેરણાદાયક સંકલ્પ પુરો થશે. લુણાવાડાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ માલીવાલ જ્યારે કારસેવક બનીને અયોધ્યા 1990માં ગયા હતા ત્યારે ત્યાનો નરસંહાર જોઈને તેમણે એક સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ જાય ત્યાસુધી તેઓ પોતાના વાળ દાઢી નહિ કાઢે. 

અયોધ્યામાં લીધો સંકલ્પ
જ્યારે હવે પ્રાણપ્રતિષ્ઠાનુ કામ આ જ મહિનાની 22 જાન્યુઆરીએ થવાનુ હોવાથી તેઓ અયોધ્યા જઈને વાળઅને દાઢી કઢાવશે. આ ભગીરથ કાર્યમાં જોડાવાને લઈને આજે તેમના વિસ્તારમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પ્રાણ જાય પણ વચન ના જાયે ને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વાતની દેવસિંગભાઈ માલીવાડે પોતાના જીવન ના 35થી વધુ વર્ષે રામભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય તેમ 1990માં કારસેવકો સાથે 35 વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા. તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુમહારાજ તેમજ કોઠારીબંધુ સાથે હતા. 

વાંચવા જેવું: BIG NEWS : ગર્ભગૃહમાં કઈ મૂર્તિ, કોણે બનાવી, કેટલું વજન? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ જાણકારી

'પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દાઢી અને વાળ નહી કાપે'
જ્યાં તેઓ 10 દિવસ જેલવાસ કર્યો ત્યાંના દર્શ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન રામ દરેક લોકોના હદયમાં વસે છે. ત્યારે 35થી વધુ વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ હવે આ પ્રતીક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રીકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આંનદ તેમના મુખ અને ગામમાં જોવા મળી રહ્યો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Devsingh Maliwal Ram temple mahisagar news પ્રેરણાદાયક સંકલ્પ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા Ayodhya ram mandir

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ