બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Development Commissioner's letter to all DDOs orders to remove Gauchar pressure at gram panchayat level

BIG BREAKING / ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા આદેશ, વિકાસ કમિશ્નરનો તમામ DDOને પત્ર, આવું છે આયોજન

Vishal Khamar

Last Updated: 10:01 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગૌચરને લઈ વિકાસ કમિશ્નર દ્વારા તમામ જીલ્લાનાં ડીડીઓને પત્ર લખી ગ્રામ પંચાયત સ્તરે ગૌચરનાં દબાણ દૂર કરવા સૂચના આપી હતી. તેમજ ગ્રામ સભા અને પંચાયતની મિટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવાનું વિકાસ કમિશ્નર દ્વારા સૂચવવામાં આવ્યું છે.

  • ગૌચર જમીન પર દબાણને લઈ વિકાસ કમિશ્નરનું કડક વલણ
  • ગ્રામ પંચાયત સ્તરે ગૌચર દૂર કરવા કરાયું સૂચન
  • તાલુકા વિકાસ અધિકારી દર મહિને પંચાયતો પાસેથી દબાણ પત્રકો મેળવે

વિકાસ કમિશ્નર દ્વારા રાજ્યનાં તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે, ગ્રામ પંચાયત સ્તરે ગૌચરનાં દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવી. તેમજ દબાણ રજીસ્ટ્રરમાં દબાણની નોંધણી કરવી. જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી. કોમર્શીયલ અને પાકા દબાણને અગ્રીમતાનાં ધોરણે દૂર કરવા. તેમજ તાલુકા વિકાસ અધિકારી દર મહિને પંચાયતો પાસેથી દબાણ પત્રકો મેળવે. તેમ વિકાસ કમિશ્નર દ્વારા તમામ ડીડીઓને સૂચન કર્યું છે. 

સરકારે શ્રી સરકાર કરેલી જમીન કેટલી?
અમદાવાદ જિલ્લા અને મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં શ્રી સરકાર થયેલી જમીનના આંકડા સામે આવ્યા છે જેમાં વર્ષ 2020માં ઘટલોડિયામાં 22361 ચો.મી જમીન, સાબરમતીના વર્ષ 2021માં 13562 ચો.મી જમીન, મણિનગરમાં વર્ષ 2020માં 6526 ચો.મી જમીન, વર્ષ 2021માં 72033 ચો.મી જમીન, દસક્રોઇમાં વર્ષ 2021માં 99816 ચો.મી જમીન, સાણંદમાં વર્ષ 2020માં 5464 ચો.મી જમીન, વર્ષ 2021 માં 951380 ચો.મી જમીન, ધોળકાના વર્ષ 2020માં 11329 ચો.મી જમીન, ધંધુકામાં વર્ષ 2021માં 233 ચો.મી જમીન, વિસનગરમાં વર્ષ 2021માં 96263 ચો.મી જમીન, ઉંઝામાં વર્ષ 2020માં 2315 ચો.મી જમીન, વર્ષ 2021માં 8705 ચો.મી જમીન, બહુચરાજીમાં વર્ષ 2020માં 6937 ચો.મી જમીન, આ તમામ જમીન ફાળવણીની શરતમાં ભંગ થતા  શ્રી સરકાર થઇ છે. MLA લાખા ભરવાડે પૂછેલા પ્રશ્નો સરકારે જવાબ રજૂ કર્યો હતો. 

રાજ્ય પાસે 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ જમા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં સરકારે આંકડા રજૂ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસેનું 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે જમા છે. સાથે જ કેન્દ્રએ ફાળવેલી રકમની માહિતી આપી રજૂ કરી છે જેમાં કેન્દ્ર સરકારે 2019-20માં 886.80 કરોડ, વર્ષ 2020-21માં 1324 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 1059.20 કરોડ તેમજ વાવાઝોડા નુકસાન સહાય બાબતે 100 કરોડ ફંડ ફાળવ્યા હતા જેમાંથી, વર્ષ 2019-20માં 2435.22 કરોડ  વર્ષ 2020-21માં 2340.16 કરોડ, વર્ષ 2021-22માં 1004.87 કરોડ ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ