બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Despite the new PM, ShariLanka is still burning, the army has launched an operation in a violent demonstration

વિરોધ / નવા PM છતાં હજુ સળગી રહી છે લંકા, ઉગ્ર હિંસક પ્રદર્શનમાં સેનાએ શરૂ કરી નાંખી કાર્યવાહી

ParthB

Last Updated: 11:14 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી. તેમને ગોટબાયાનો ચહેરો ગણાવીને દેખાવકારો ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે.

હજુ પણ લંકા સળગી રહી છે

નવા PM  છતાં, શાંતિ ન સ્થપાઈ

વિરોધ પ્રદર્શનોને કચડવાનો પ્રયાસ

કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર દેખાવકારોને નિયંત્રિત કરવા અને દેખાવકારોને કન્ટ્રોલ કરવા માટે સૈનિકોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું તો તેઓ ઉગ્ર બન્યા હતા 

રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી

ઉલ્લેખીય છે કે, દિનેશ ગુણવર્ધનેને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમની વડાપ્રધાનપદે નિમણૂક કરી છે.ગુણવર્ધને એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે.જો કે, રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી.તેમને ગોટબાયાનો ચહેરો ગણાવીને દેખાવકારો ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે. 

ગુરુવારે મોડી રાતે કોલંબોમાં સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ

બીજી તરફ ગુરુવારે મોડી રાતે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર દેખાવકારોને નિયંત્રિત કરવા માટે સશસ્ત્ર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા.દેખાવકારોને કન્ટ્રોલ કરવા માટે સૈનિકોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું તો તેઓ ઉગ્ર બન્યા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ હાર નહીં સ્વીકારવાનો નિર્ધાર કર્યો

દેખાવકારોનું કહેવું હતું કે,રાનિલ વિક્રમસિંઘે પ્રદર્શકારીઓને નષ્ટ કરવા માગે છે, આથી તેઓ ફરીથી આમ કરી રહ્યા છે,જોકે તેમ છતાં પ્રદર્શનકારીઓએ હાર નહીં સ્વીકારવાનો નિર્ધાર કર્યો હતો.સશસ્ત્ર દળોની કાર્યવાહીની વચ્ચે એક દેખાવકારે કહ્યું કે તેઓ તેમના દેશને ગંદા રાજકારણથી મુક્ત બનાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડી લેવા તૈયાર છે.

શ્રીલંકાએ 20 જુલાઈએ પૂર્વ PM રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે

આપને જણાવી દઈ એ કે, આર્થિક અને રાજકીય સંકટની વચ્ચે શ્રીલંકાની પાર્લમેન્ટે 20 જુલાઈએ પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે. તેમ છતાં રસ્તાઓ પર હાલ પણ દેખાવો ચાલુ છે. દેખાવકારોનો આરોપ છે કે રાજપક્ષે પરિવારે પોતાની વ્યક્તિ તરીકે વિક્રમસિંઘેને ગાદી પર બેસાડ્યા છે. એનાથી સ્થિતિ બદલાવાની નથી. તેમનું માનવું છે કે, પોતાની સત્તાને બચાવવા માટે રાજપક્ષે પરિવારે વિક્રમસિંઘે સાથે ડીલ કરી છે. તે લોકો સાથે કરવામાં આવેલો અન્યાય છે.આમ છેલ્લા ત્રણ મહિના દરમિયાન સરકારમાં સામેલ નેતાઓએ સ્થિતિને સુધારવા માટે ઘણી વાતો તરફથી દાવા કર્યા, જોકે વાસ્તવિકતા સુધરી નથી. હવે લોકોને રાજપક્ષે પરિવાર અને તેમના દ્વારા બેસાડવામાં આવેલા કોઈપણ નેતા પર કોઈ ભરોસો નથી. દેખાવકારોનું માનવું છે કે રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિપદ પર બેસાડીને રાજપક્ષે પરિવાર પોતાને આરોપથી બચાવવા માગે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ