બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Dadasaheb Phalke's 80th death anniversary: A look at his unparalleled contribution to Indian cinema

દાદાસાહેબ પુણ્યતિથિ / 'તમે જેટલા આપશો તેટલા એક રાતમાં કમાઈએ' વેશ્યા પાસે કેમ ગયા દાદાસાહેબ ફાળકે, જોરદાર કિસ્સો

Hiralal

Last Updated: 11:15 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે 80મી પુણ્યતિથિ છે. મરણ તિથિએ ભારતીય સિનેમામાં તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ.

  • ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે 80મી પુણ્યતિથિ
  • અનેક સંઘર્ષોની વચ્ચે નાખ્યો ભારતીય સિનેમા જગતનો પાયો 
  • હરિશ્ચંદ્ર ફિલ્મમાં તારામતીનું પાત્ર શોધવા વેશ્યા પાસે પણ ગયા હતા 

ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે 80મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમને યાદ કરવા જરુરી છે. દાદાસાહેબને ફિલ્મોનો એટલો શોખ હતો કે તેમણે પોતાની પહેલી ફિલ્મ માટે પત્નીના દાગીના પણ ગિરવે મૂક્યા હતા અને હીરોઈન ન મળી તો છેક રેડ લાઈટ એરિયામાં વેશ્યાને શોધવા પણ ગયા હતા જોકે વેશ્યાએ તેમની ફિલ્મમા કામ કરવાની ના પાડી છતાં પણ તેમણે હિંમત ન હારી અને આખરે ભારતીય સિનેમાનો પાયો નાખીને જ રહ્યાં. ધુંડીરાજ ગોવિંદ ફાળકેનો જન્મ 30 એપ્રિલ, 1870ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ હતું ગોવિંદ સદાશિવ ફાળકે, જેઓ સંસ્કૃતના વિદ્વાન અને એક મંદિરમાં પૂજારી હતા. દાદાસાહેબ ફાળકેએ ફિલ્મો બનાવવાની ટેક્નિક લંડનથી શીખી હતી. આ પછી તેઓ દેશમાં પાછા આવ્યાં હતા અને પહેલી ફિચર ફિલ્મ બનાવવાની તૈયારી શરૃ કરી હતી.

હરિશ્ચંદ્રની તારામતીને શોધવા વેશ્યા પાસે પહોંચ્યાં
રાજા હરિશ્ચંદ્ર નામની આ ફિલ્મ બનાવવી તેમના માટે સૌથી મોટો સંઘર્ષ સાબિત થયો. તેમણે પત્ની સરસ્વતી બાઈના દાગીના ગિરવે મૂકીને ફિલ્મના પૈસા ભેગા કર્યાં. 
રાજા હરિશ્ચંદ્ર અને અન્ય પુરુષ પાત્રો માટે કલાકારો મળી આવ્યા હતા, પરંતુ રાજા હરિશ્ચંદ્રની પત્ની તારામતીનો રોલ લેવા કોઈ મહિલા તૈયાર નહોતી. આથી મહિલા કલાકારની શોધ માટે તેમણે વેશ્યા તરફ નજર દોડાવી અને એક દિવસ મુંબઈના રેડ લાઇટ એરિયામાં જઇને ત્યાંની મહિલાઓની સામે ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. આના પર તે મહિલાઓએ પૂછ્યું કે તેમને કેટલા રૂપિયા મળશે. દાદાસાહેબ ફાળકેએ આપેલો જવાબ સાંભળીને એ મહિલાઓએ કહ્યું કે તમે આટલા કામ માટે જેટલા રૂપિયા આપો છો, અમે એક જ રાતમાં કમાઈ લઈએ છીએ.આ જવાબ સાંભળ્યા પછી પણ દાદાસાહેબે હિંમત ન હારી અને નાયિકાની શોધ ચાલુ રાખી. એક દિવસ દાદાસાહેબ હોટલમાં ચા પી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ત્યાં એક છોકરો કામ કરે છે. ખૂબ જ ગોરો અને પાતળો એ છોકરો જોઈને દાદાસાહેબે વિચાર્યું કે તેને તારામતીનું પાત્ર કેમ ન ભજવવા મજબૂર કરી દે અને પછી થયું. સાલુન્કેએ તારામતીનું પાત્ર ભજવ્યું હતું અને 1913માં ભારતીય સિનેમાને તેની પ્રથમ પૂર્ણ લંબાઈની ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર મળી હતી. કહેવાય છે કે એ સમયે આ ફિલ્મ બનાવવાનું કુલ બજેટ 15 હજાર રૂપિયા હતું અને એને બનાવવામાં એને છ મહિનાનો સમય લાગ્યો હતો.

આ રીતે આવ્યો ફિલ્મ બનાવવાનો વિચાર
દાદાસાહેબ ફાળકેને ફિલ્મો જોવાનો શોખ હતો. એક વખત તેઓ ઈશુ ખ્રિસ્તનું જીવન વાંચી રહ્યાં હતા ત્યારે તેમણે પહેલી વાર ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો. આ પછી તેઓ ફિલ્મને નજીકથી સમજવા માટે ચાર-પાંચ કલાક વિદેશી ફિલ્મો પણ જોતા હતા. તે સમયે ભારતમાં ફિલ્મો બનાવવાની કોઈ સુવિધા નહોતી. આ માટે જરૂરી સાધનો ઇંગ્લેન્ડમાં ઉપલબ્ધ હતા. ત્યાંથી તેમણે ફિલ્મ નિર્માણની ટેકનિક શીખીને જીવનભરની બચતનું રોકાણ કરીને સાધનો લાવ્યા હતા. બાદમાં તેમની કાલિયા-મરદાન અને લંકા-દહન જેવી ફિલ્મો ઘણી સફળ સાબિત થઇ હતી, જેમાંથી તેમણે કમાણી પણ કરી હતી. જો કે તેની શરૂઆતની તમામ ફિલ્મોમાં અવાજ નહોતો. તેની છેલ્લી સાઇલન્ટ ફિલ્મ સેતુબંધન હતી. કહેવાય છે કે જ્યારે આલમ આરા સાથેની ફિલ્મોમાં અભિનયની સાથે અવાજનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે દાદાસાહેબને તકલીફ થવા માંડી હતી. આ પછી તેને ફિલ્મ નિર્માણમાં પહેલા જેવી સફળતા મળી શકી નહોતી અને ધીરે ધીરે તેનાથી દૂર જતી રહી હતી.

1969માં દાદાસાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત
દાદાસાહેબની ફિલ્મ કારકિર્દી 19 વર્ષ સુધી ચાલી હતી. તેમણે 95 ફિચર ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેઓ પોતે એક સારા દિગ્દર્શકની સાથે સાથે નિર્માતા અને પટકથા લેખક પણ હતા. ભારતીય સિનેમાનો પાયો નાખીને તેનું વિશાળ વટવૃક્ષ બનાવી દેનાર આ વીરલો આખરે 16 ફેબ્રુઆરી 1944ના રોજ હંમેશને માટે આથમી ગયો. 
1969માં ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત તેમના નામે કરવામાં આવી હતી. અભિનેત્રી દેવિકા રાનીને સૌ પ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ