બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Cyclone Hamun, which originated in the Bay of Bengal, is now moving rapidly.

2 મિનિટ 12 ખબર / દેશ આ વિસ્તારોમાં વાવાઝોડા હામુનની ભારે અસર શરૂ, ગુજરાતમાં થશે? કલાકાર ઉર્વશી સોલંકી ફરી શું બોલી, વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત

Kishor

Last Updated: 11:22 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાતી તોફાન 'હામુન' ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તેની અસરને કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ગતિવિધિઓ જોવા મળી છે. જાણો મહત્વના સમાચાર!

'Hamun' turns into severe cyclone, reaches Bangladesh coast, will affect these states of India, Met department warns

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત હામુન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે ચક્રવાતી તોફાન 'હામુન' ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તેની અસરને કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ગતિવિધિઓ જોવા મળી છે. આ ચક્રવાત ઓડિશાથી લગભગ 200 કિલોમીટરના અંતરે રાજ્યના દરિયાકાંઠાને વટાવીને હવે બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશા અનુસાર ચક્રવાત બાંગ્લાદેશના દરિયાકાંઠે ચિત્તાગોંગ નજીક છે અને હવે તે મિઝોરમ તરફ આગળ વધીને મણિપુરની સરહદ સુધી પહોંચશે. તે કોલકાતા અને ભુવનેશ્વરમાંથી પસાર થવાની સંભાવના છે.

As case of heart attacks increased the Gujarat government became concerned and formed a committee of doctors

કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધતા મોટાભાગના લોકોનું એવુ માનવુ છે કે કોરોનાની વેક્સીન લીધા બાદ ગુજરાતમાં હાર્ટે એટેકના કેસ વધ્યાં છે. ત્યારે સમગ્ર મામલે હવે સરકાર પર ચિંતામાં મુકાઈ છે. સરકારના પ્રવક્તા મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.. તેમને કહ્યું કે હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર નથી. તેવું કહ્યું છે. કનુ દેસાઈએ કહ્યું કે લોકોની જીવનશૈલી પણ જવાબદાર છે. હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસને લઈને સરકાર દ્વારા 75 એટોપ્સી કરવામાં આવી છે. જેથી ચોક્કસ તારણ નીકળી શકે.કનુ દેસાઈએ કહ્યું કે કોરોનાની વેક્સિનના લીધે હાર્ટ એટેક આવતા નથી. આઈસીએમઆર દ્વારા પણ આ બાબતે અગાઉ સ્પષ્ટતા થઈ હતી સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસને ળઈને સરકાર દ્વારા સતત બેઠક યોજવામાં આવી રહી છે.  અને 75 એટોપ્સી કરવામાં આવી છે અને આ એટોપ્સીનો અત્યારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Kanu Desai's statement has come out regarding the Palanpur Bridge tragedy

પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલો હાલ ગુજરાતભરમાં ગાજી રહ્યો છે ત્યારે પાલનપુર બ્રિજ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કામની ગુણવત્તાનું ધ્યાન રાખવા મામલે ટકોર કરી હતી. વધુમાં ઓછા ભાવમાં ટેંડર આવવા કે કોઈની ઓળખાણ બાબતે ધ્યાન ન લેવા પણ સૂચના અપાઈ છે. તથા ચૂંટણી ફંડ આપવાથી કોંટ્રાક્ટ મળ્યો છે તે વાત તદ્દન ખોટી હોવાનો પણ દાવો કર્યો છે. કોન્ટ્રાક્ટ સેન્ટરની એજન્સી પ્રમાણે ટેન્ડર મળ્યું છે. જેમાં આમા ગુજરાત સરકાર સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ આવા બનાવ બનતા હોય છે જેથી સારા કોંટ્રાક્ટરોને પણ ઉત્સાહ ન તૂટે તે માટે રાજ્ય સરકાર આવા બનાવને લઇ ચોક્કસ નીતિ બનાવશે. તેવું જણાવ્યું હતું. પાલનપુર બ્રિજમાં 4 ગડર ગોઠવાઇ હતી પાંચમી ગોઠવાઈ રહી હતી તે દરમ્યાન બ્રિજ તૂટ્યો હોવાની વાતનો ફોળ પાડ્યો હતો.

Congress party's statement came out with the support of 3 Congolese leaders on the Jaysukh Patel issue

 મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલને સમર્થન આપનાર કોંગ્રેસના 3 નેતાઓ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસ નેતાના જયસુખ પટેલના સમર્થન અંગે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ જયસુખ પટેલના બચાવના પક્ષમાં નથી. આ સાથે અમિત ચાવડાએ ઉમેર્યું કે, 3 નેતાઓના નિવેદન સાથે અમે સંમત નથી. અમિત ચાવડાએ કહ્યું કે, જયસુખ પટેલનુ સમર્થન તેમની વ્યક્તિગત લાગણી હોઈ શકે છે. તાજેતરમાં જ કોંગ્રેસના લલીત કગથરા સહિતના 3 નેતાઓએ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. જેને લઈ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ તરફ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કોંગ્રેસ નેતાઓના જયસુખ પટેલને સમર્થન કરતાં નિવેદનને તે નેતાઓની વ્યક્તિગત લાગણી ગણાવી છે. 

 

Another Controversy of Urvashi Solanki Amid Controversies, Tarnetar's Mela Called Parnetar's Mela

 નવરાત્રી ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવિદાસ્પદ નિવેદન મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે,  શ્રદ્ધા ભક્તિના પાવન પર્વ નવરાત્રીનું ભાન ન રાખી ઉર્વશી સોલંકીએ ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરી લેવાની સલાહ આપ્યા બાદ હવે બચાવ કર્યો છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, હું હિંદુ ધર્મને સાથે લઈને ચાલનારી વ્યક્તિ છુ, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે. આ સાથે ઉર્વશી સોલંકીના નિવેદનની વધુ એક વિવાદ શરૂ થયો છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, તરણેતરનો મેળો એ તરણેતરનો મેળો નહિ પરંતુ પરણેતરનો મેળો છે. 

Modi will come to Gujarat: Rs. 4700 Crores Development Works Scheduled-Launch

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778  કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થાય તેવું પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિવેદન આપી જણાવ્યું હતુ.મહેસાણામાં 30 ઓક્ટોમ્બરના રોજ પીએમની સભા યોજાશે. જેમાં પીએમ મોદી મહેસાણા, પાટણ,  બનાસકાંઠાને સંયુક્ત સભાને સંબોધશે કરશે. વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

40 more buses given to Gujarat ST Corporation after festivals, Harsh Sanghvi gave green signal

તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2x2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે. આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઈ છે. આ સાથે બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે. 

7460 crore MoU between Gujarat government and real estate developers

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે. વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે યોજયેલી કડીમાં કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.

Ram Mandir: Abhishekam of Ramlala's life will be held on January 22, PM Modi will attend the grand event

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તેમને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. હમણાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ મને શ્રી રામના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવા કહ્યું. મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું. એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.

NCERT books will write Bharat not 'INDIA'

NCERT પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં INDIAનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે, NCERT પુસ્તકોના આગામી સેટમાં ભારતનું નામ બદલીને ભારત કરવામાં આવશે. આ દરખાસ્ત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી, જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં "હિન્દુ વિજય" ને પ્રકાશિત કરવાની પણ ભલામણ કરી છે. 

Stock markets fall for 5th day in a row, investors' Rs 15 lakh crore swaha, Sensex closes at 64000

આઈટી, ફાઈનાન્શિયલ અને ફાર્મા સેક્ટર બજારના ઘટાડામાં મોખરે હતા. નિફ્ટીનો ટોપ લૂઝર અપોલો હોસ્પિટલનો શેર હતો, જે 2.4% ઘટીને બંધ રહ્યો હતો.આ પહેલા સોમવારે ભારતીય બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. બુધવારે શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડો નોંધાયો હતો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય બજાર સૂચકાંકો ઘટ્યા હતા. BSE સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 159 પોઈન્ટ ઘટીને 19,122 પર છે.નિફ્ટીનો ટોપ લૂઝર અપોલો હોસ્પિટલનો શેર હતો, જે 2.4% ઘટીને બંધ રહ્યો હતો.આ પહેલા સોમવારે ભારતીય બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 825 પોઈન્ટ ઘટીને 64,571 પર બંધ રહ્યો હતો.

AUG vs NED: Biggest win in World Cup history, Australia beat Netherlands by 309 runs, team all out for just 90 runs

વર્લ્ડ કપ-2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેન મેક્સવેલની 44 બોલમાં 106 રનની રેકોર્ડબ્રેક ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી પૂરી કરીને વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામના નામે હતો. વર્તમાન વર્લ્ડ કપમાં તેણે આ જ મેદાન પર શ્રીલંકા સામે 49 બોલમાં સદી પૂરી કરી હતી. વનડે મેચોમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ (31 બોલ)ના નામે છે. પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારવા ઉપરાંત, મેક્સવેલે સાતમી વિકેટ માટે કેપ્ટન પેટ કમિન્સ (અણનમ 12) સાથે 44 બોલમાં 103 રનની ભાગીદારી કરી હતી, જેમાં કમિન્સનું યોગદાન માત્ર આઠ રન હતું. તેની વિસ્ફોટક બેટિંગ દરમિયાન તેણે રિવર્સ સ્વીપ પર સિક્સર ફટકારીને પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું. મેક્સવેલની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 10 ઓવરમાં 131 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ