બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Cyclone 'Hamoon' becomes more dangerous, heavy rain forecast in many states including West Bengal

Hamoon Cyclone / વાવાઝોડું 'હામૂન' બન્યું વધારે ખતરનાક, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Megha

Last Updated: 03:34 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત 'તેજ' આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે.  ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

  • બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે 
  • ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું
  • ઓડિશા સહિત આ રાજ્યોમાં વરસાદની માટે ચેતવણી જારી કરી 

બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા સોમવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જેના કારણે ફરી એકવાર ભારત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતને હામૂન નામ આપવામાં આવ્યું છે.

ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું
અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત 'તેજ' આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. IMD એ આ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત હમુન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી મુજબ આ ચક્રવાત 25મી ઓક્ટોબરે બપોરે બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવ તટ પર ટકરાશે. 

કયા-કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી?
આ ઉપરાંત IMDએ જણાવ્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 24 ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, 26 ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કયા-કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી?
આ ઉપરાંત IMDએ જણાવ્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 24 ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, 26 ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે.

ચક્રવાત 'તેજ'  તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે ચક્રવાત 'તેજ' નબળું પડ્યા બાદ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ચક્રવાત તેજ 24 ઓક્ટોબરની સવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને 25 ઓકટોબર એટલે કે બુધવારે યમન-ઓમાન દરિયાકાંઠે ટકરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ