બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crowd of people at Salangpur Kastabhanjan Dada temple

હનુમાન જયંતિ 2023 / સાળંગપુરમાં દાદાના દર્શન કરવા ભક્તોની પડાપડી, કેક કાપીને ઉજવાશે હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ

Malay

Last Updated: 08:06 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2023: આજે હનુમાન જયંતિના પાવન પર્વે વહેલી સવારથી સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કરવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીમાં ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ના ગુંજ્યા નારા.

 

  • સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી 
  • દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવશે સાળંગપુર 
  • નવા ભોજનાલયનું કરશે લોકાર્પણ 

આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ છે. હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીના ભવ્યાતિભવ્ય જન્મોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે. બોટાદના સાળંગપુરમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે. આજે હનુમાન જયંતિ પ્રસંગે સાળંગપુર મંદિરે 10 લાખથી વધુ ભક્તો દાદાના દર્શન કરશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ન થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ માટે વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે.

અમિત શાહ પણ આવશે દાદાના દર્શન કરવા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે સાળંગપુર આવી રહ્યા છે. આજે સાળંગપુરમાં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલું ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવનાર છે.  બપોરે 11 કલાકે કેક કેક કાપી દાદાના જન્મોત્સવની ઉજવણી કરાશે. હનુમાન જયંતિ પર સાળંગપુરમાં યજ્ઞ પણ યોજાવાના છે, જેમાં આશરે 500 દંપતી ભાગ લેશે.

ભોજનાલયની ખાસિયત
સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં 4 હજાર ભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 7 વીઘામાં  ભોજનાલય પથરાયેલુ છે.  તેમજ 3 લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”. 

ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી બનશે રસોઈ
ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે.  ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે.  30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે.  25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરાયું
અત્રે ઉલ્લેખનીય છે કે,  સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટની વિરાટકાય 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી ઓળખાતી હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે. ગઈકાલે આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ