બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / cricket video blast of runs in tnpl 33 runs scored in 19th over

ક્રિકેટ જગત / VIDEO: 6,6,6,1,6,N1,6.... રનોનો 'વરસાદ', 33 રન ફટકારી આ બેટ્સમેનોએ TNPLમાં કર્યું અદભુત કારનામું

Bijal Vyas

Last Updated: 10:53 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેલ્લાઇ રોયલ કિંગ્સે આ મેચ 7 વિકેટે જીતી મેળવી હતી. જીતના માર્જિનને કારણે નેલ્લાઇની જીત સરળ લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં એવું નહોતું.

  • નેલ્લાઇ રોયલ કિંગ્સે આ મેચ 7 વિકેટે જીતી મેળવી
  • 3 બોલ પર રિતિકે સતત છગ્ગા મારતા મેદાનમાં હાજર દર્શકોમાં રોમાંચ ભરી દીધો
  • રિતિક ઇશ્વરને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી

Tamil Nadu Premier League: તમિલનાડુ પ્રીમિયર લીગમાં ક્રિકેટ પ્રેમીઓને રોમાંચક ક્રિકેટની મિજબાની મળી રહી છે. સોમવારે, નેલ્લાઇ રોયલ કિંગ્સ અને ડિંડીગુલ ડ્રેગન વચ્ચેના મુકાબલાના રોમાંચની તમામ હદો પાર થઇ હતી. નેલ્લાઇ રોયલ કિંગ્સે આ મેચ 7 વિકેટે જીતી મેળવી હતી. જીતના માર્જિનને કારણે નેલ્લાઇની જીત સરળ લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં એવું નહોતું. ઈનિંગની 19મી ઓવર ટીમની જીતમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, જેમાં રિતિક ઈશ્વરન અને અજિતેશ ગુરુસ્વામી (G Ajitesh)ની જોડીએ 33 રન ફટકારીને સિક્સરનો વરસાદ કર્યો અને મેચને પલટાવી દીધી.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ડિંડીગુલ ડ્રેગન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. શિવમ સિંહે સૌથી વધુ 76 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં નેલ્લાઇ રોયલ કિંગ્સનો સ્કોર 18 ઓવર પછી 3 વિકેટે 149 રન હતો અને ટીમને બાકીની 2 ઓવરમાં 37 રનની જરૂર હતી. જોવામાં જીત મુશ્કેલ લાગી રહી હતી. તેવામાં વિકેટ પર હાજર રિતિક ઇશ્વરન અને અજિતેશ ગુરુસ્વામીની જોડીએ જબરદસ્ત બ્લાસ્ટ કર્યો અને જી કિશોરની તરફથી ફેંકેલી ઇનિંગ્સના 19માં ઓવરમાં 33 રન મેળવ્યા. ઇનિંગ્સની પહેલા 3 બોલ પર રિતિકે સતત છગ્ગા મારતા મેદાનમાં હાજર દર્શકોમાં રોમાંચ ભરી દીધો. 

ચોથા બોલ પર તેણે સિંગલ લીધો અને અજિતેશને સ્ટ્રાઇક આપી. અજિતેશે ઓવરના 5માં બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લો બોલ જી કિશોરે ફેંક્યો હતો, જેના પર અજિતેશના સિંગલ સહિત 2 રન બનાવ્યા હતા, જ્યારે પછીના બોલ, જે ફ્રી હિટ તરીકે આપવામાં આવ્યા હતા, રિતિકે બાઉન્ડ્રી પર સિક્સર ફટકારી હતી. ઓવરમાં 33 રન થયા હતા અને હવે છેલ્લી ઓવરમાં નેલ્લાઇ કિંગ્સની જીતમાં માત્ર ઔપચારિકતા જ બાકી હતી.

આમ તો સુબોધ ભાટીએ ઇનિંગ્સનો અંતિમ બોલ ફેંક્યો, જેના પ્રથમ 5 બોલમાં માત્ર ત્રણ રન જ બન્યા હતા. રિતિક ઇશ્વરને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. નેલ્લાઇ રોયલ કિંગ્સે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અજીતેશે 44 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 73 રન અને ઈશ્વરને 11 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ