બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / COVID surge: Next 4 weeks very critical for India; coronavirus vaccine safe, don't be complacent, says Centre

મહામારી / કોરોના મહામારી લઈને કેન્દ્રએ આપી મોટી ચેતવણી, હળવાશથી ન લેતા કારણ કે આગામી 4 સપ્તાહ...

Hiralal

Last Updated: 06:40 PM, 6 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે કેન્દ્ર સરકારે આગામી ચાર અઠવાડિયા દેશ માટે અતિ ગંભીર હોવાની ચેતવણી આપી છે.

  • નીતિ આયોગના મેમ્બર પ્રોફેસર વિનોદ કે પૌલની ચેતવણી
  • ભારત માટે 4 અઠવાડિયા ગંભીર
  • લોકોએ સાવધાની રાખવી જરુરી
  • અન્યથા પરિસ્થિતિ સંભાળવી ઘણી અઘરી બની જશે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા નીતિ આયોગના મેમ્બર પ્રોફેસર વિનોદ કે પૌલે જણાવ્યું કે ભારતમાં કોવિડ મહામારી વધી છે. આ મહામારીને હળવાશથી લઈ શકાય તેમ નથી. કોરોનાના કેસો વધી રહ્યાં છે કોરોના વાઈરસના કેસો વધવાની ગતિ પણ ગત સમય કરતા ખૂબ વધારે છે. માટે લોકોએ સાવધાની રાખવી જરુરી છે અન્યથા પરિસ્થિતિ સંભાળવી ઘણી અઘરી બની જશે. 

આગામી ચાર અઠવાડિયા ભારત માટે ઘણા ગંભીર

વિનોદ પૌલે જણાવ્યું કે આગામી ચાર અઠવાડિયા ભારત માટે ઘણા ગંભીર છે. આપણે હજુ પણ મહામારીને કન્ટ્રોલમાં રાખી શકીએ તેમ છીએ. પરંતુ લોકોની ભાગીદારી ખૂબ જરૂરી છે. તેમણે લોક માનસમાંથી કોરોનાની રસી અંગેની અનિશ્ચતતા અને શંકાઓ પણ દૂરર કરી. તેમણે કહ્યું કે વિદેશમાં ક્યાંય પણ 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોરોના રસી ફરજિયાત નથી પરંતુ ભારતમાં 45 વર્ષની વધારે વયના લોકોને કોરોનાની રસી મફતમાં અપાઈ રહી છે. લોકોએ રસી મૂકાવવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતમાં ઉપલબ્ધ કોરોનાની રસી ખૂબ જ સુરક્ષિત અને અસરકારક છે. 

દેશમાં 92 ટકા દર્દીઓ છે તે રિકવર થઈ ચૂક્યા છે

પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના મામલે નવી અપડેટ આપતા કહ્યું હતું કે દેશમાં 92 ટકા દર્દીઓ છે તે રિકવર થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 1.3 ટકા દર્દીઓની મોત થયા છે, અને લગભગ 6 ટકા કેસ એવા પણ છે કે જે નવા છે અને હાલમાં જ સામે આવ્યા છે. 

મહારાષ્ટ્રમાંથી 58 ટકા કેસ 

કોવિડ મામલે વધુ જાણકારી આપતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે કોરોનાના કુલ કેસોના લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી જ છે, કોરોનાથી મોતના મામલે પણ મહારાષ્ટ્ર જ (34%) સૌથી  આગળ છે. વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અઠવાડિક સંક્રમણ દર પણ વધીને હવે 24 ટકા થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય છે, મહત્વનું છે કે આની પહેલા આ રેટ ફેબ્રુઆરીમાં 6 ટકાએ પહોંચી ગયો હતો. 

રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને માહિતી આપતા કેન્દ્રીય સચિવે કહ્યું હતું કે ભારતમાં ગઈ કાલે રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા,અને આના લીધે મંગળવાર સવાર સુધીમાં કુલ 8 કરોડ 31 લાખ લોકોનું રસીકરણ કરી શકાયું છે.

દેશના ચાર રાજ્યોમાં સૌથી વધુ પ્રભાવિત 10 જિલ્લાઓ 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વધુમાં કહ્યું હતું કે કોરોનાથી સૌથી વહુ ખરાબ રીતે પ્રભાવિત 10 જિલ્લાઓમાં છત્તીસગઢનું દુર્ગ પણ સામેલ છે, આ સિવાય મહરાષ્ટ્રના 7, કર્ણાટકનો એક અને દિલ્હી પણ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ