બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક્ટર ઍજાઝ ખાને પોતાના વિવાદીત અને ભડકાઉ નિવેદન માટે ઓળખાય છે. પરંતુ આ વખતે એના ભડકાઉ નિવેદન એની પર ભારે પડી ગયું છે કારણ કે મુંબઇ પોલીસે એની શનિવારે સાંજે ધરપકડ કરી લીધી છે. ઍજાઝ ખાનની વિરુદ્ધ ખાસ પોલીસ સ્ટેશનમાં આઇપીસી ધારા 153A, 117, 121, 117, 188, 501, 504, 505(2) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
જણાવી દઇએ કે ગુરુવારે ઍજાઝ ખાને એક ફેસબુક લાઇવ કર્યું હતું. એ વીડિયોમાં એને ઘણા સાંપ્રદાયિક વાતો બોલી અને ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યું હતું. ઍજાઝ ખાને વીડિયોમાં કહ્યું હતું કે કીડી મરી જાય મુસ્લિમ જવાબદાર, હાથી મરી જાય મુસ્લિમ જવાબદાર, દિલ્હીમાં ભૂકપ આવ્યો મુસ્લિમ જવાબદાર, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે આ બધા પાછળ કોનું ષડયંત્ર છે?
સોશિયલ મીડિયા પર ઊઠી હતી ધરપકડ કરવાની માંગણી
આ ઉપરાંત ઍજાઝ ખાને એટલે સુધી કહી દીધું કે જે લોકો આવું ષડયંત્ર કરી રહ્યા છે એમને કોરોના થઇ જાય. ઍજાઝ ખાનનો વિવાદીત વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને ઘણા લોકોએ એમને ભડકાઉ નિવેદનના કારણે આડે હાથ લીધો હતો. સોશિયલ મીડિયા પર #એરેસ્ટ ઍજાઝ ખાન ટ્રેન્ડ કરી રહ્યું હતું. હવે મુંબઇ પોલીસે મામલાને ગંભીરતાને સમજતા ઍજાઝ ખાનની ધરપકડ કરી લીધી છે અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આ પહેલા પણ ઍજાઝ ખાને વિવાદીત નિવેદન આપ્યા છે અને ઘણી વખત પ્રહાર પણ કર્યા છે. જ્યારે દેશમાં પીએમ મોદીની અપીલ પર દરેક લોકોએ દીવા પ્રગટાવ્યા હતા ત્યારે ઍજાઝ ખાને લોકોને બેમોસમ દીવાળીની શુભેચ્છા પાઠવી હતી. એ ટ્વિટ દ્વારા એ લોકો પર નિશાન સાધી રહ્યો હતા જેમને ફટાકડા ફોડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.