બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Coronavirus Affected Indians Account Who Came From China To Chhawla Quarantine Camp

કોરોના / ઑબ્ઝર્વેશનથી બહાર આવેલા શંકાસ્પદ દર્દીઓની ચીનમાં વીતેલી ભયાનક આપવીતી જાણીને હચમચી જશો

Bhushita

Last Updated: 12:23 PM, 14 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ- પશ્ચિમ દિલ્હીના છાવલા વિસ્તારના ITBPની તરફથી એક કેમ્પ તૈયાર કરાયો છે. જેમાં ક્વોરંટાઈન પીરિયડ વીતાવીને મુક્તિ મેળવેલા લોકોએ ભાવુક કરી દેનારી આપવીતી જણાવી હતી. ચીનમાં કેવું વાતાવરણ હતું, ફ્લાઇટમાં કોરોના વાયરસનો ભય કેવો હતો, છાવલાના આઈટીબીપીના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 14 દિવસ કેવી રીતે પસાર થયા તેની આપવીતી કોરોના દર્દીઓએ જણાવી હતી.

  • ITBPના કેમ્પમાં સંદિગ્ધ દર્દીઓને રખાયા
  • કોરોનાથી પ્રભાવિત દેશ ચીનથી આવેલા લોકોને અહીં રખાયા
  • અહીં દર્દીઓની તમામ સુવિધાઓનું રાખવામાં આવતું ધ્યાન

દર્દીઓ 14 દિવસ સુધી કેદ રહ્યા

છાવલાના ક્વારંટાઈન સેન્ટરમાં 14 દિવસ પસાર કર્યા બાદ ચીનથી આવેલા એક દર્દીએ કહ્યું કે અહીં શરૂઆતના દિવસોમાં અનેક મુશ્કેલીઓ આવી છે. દોસ્ત જ નહીં, નાની બાળકી પણ અહીં ડરી ગઈ હતી. તે રમી પણ રહી ન હતી અને સાથે વારેઘડી રડતી રહેતી. હાલમાં ઈટલીથી પણ એક ગ્રૂપને લાવવામાં આવ્યું હતું. તેમાં કોરોનાના પોઝિટિવ કેસ હતા. અહીં ડરનો માહોલ સર્જાયો હતો. લોકો બારીઓ પણ બંધ કરીને રહેતા. આ ગ્રૂપને હાલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. જેના પછી માહોલ સામાન્ય બની રહ્યું છે. 

ઘરમાં જે ખાવાનું હતું તેનાથી જ લોકો કામ ચલાવી રહ્યા હતા

કોરોનાના અન્ય એક દર્દીએ જણાવ્યું કે ચીનમાં સુપર માર્કેટ ખુલ્લા હતા પરંતુ ડર એટલો વધી ગયો હતો કે લોકો ઘરમાં જ કેદ થઈ ગયા હતા. ઘરમાં જે ખાવાનું હતું તેનાથી જ લોકો કામ ચલાવી રહ્યા હતા. ચીનમાં 20 દિવસ ખૂબ જ મુશ્કેલીથી કાઢ્યા. મારી 8 વર્ષની દીકરી તાન્યા રમવા માટે પણ હેરાન થતી, રાતે સ્કૂલ જવા માટે રડતી. આ બાબતો અમારી મુશ્કેલી વધારતી. પણ કેમ્પમાં આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. 

એમ્બેસી બની ભગવાન, ફરી ફ્લાઈટમાં સતાવી રહ્યો હતો ડર

હૈદરાબાદના એક પરિવારના સભ્યએ જણાવ્યું કે તેઓ માત્ર 6 દિવસ માટે ચીન ગયા હતા. દરમિયાન લોક ડાઉનની સ્થિતિ સર્જાઈ. ખાવા પીવાની અછત થવા લાગી. અમને લાગ્યું કે પરિસ્થિતિમાં સુધારો થશે પરંતુ તે પછી પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. અમે પોતાને કોરોના વાયરસથી બચાવવા માગતા હતા. તેથી અમે લોકોનો સંપર્ક કરવાનું બંધ કર્યું. મારી સાથે મારો પાંચ વર્ષનો પુત્ર અને પત્ની પણ હતા. તે દરમિયાન બેઇજિંગના ભારતીય રાજદૂત અને એમ્બેસીની અન્ય એક મહિલાએ અમને ખૂબ મદદ કરી.

જમવામાં પણ પડતી મુશ્કેલી

ડરના માહોલમાં એમ્બેસીએ અમારી હિંમત વધારી અને સાથે એ પણ ખ્યાલ ન હતો કે અમે કેવી રીતે અને ક્યારે ભારત પહોંચીશું. એરપોર્ટ પર ટેસ્ટ નેગેટિવ આવ્યો તો જીવમાં જીવ આવ્યો. મારી દીકરીને રોજ ચાઈનીઝ ખાવાની આદત છે. તેને ઈન્ડિયન ફૂડ ખાવામાં તકલીફ પડી રહી હતી. જે લોકો પરિવારની સાથે હતા તેઓ થોડા વધારે ચિંતામાં રહેતા. 

એક મહિનાથી નર્સ ઘરે નથી ગઈ, તે બાળકને આ રીતે સમજાવે છે

છાવલામાં વિદેશથી આવેલા લોકોને 14 દિવસ સુધી રાખવામાં આવ્યા છે. અહીં ડ્યૂટી કરી રહેલી નર્સ છેલ્લા 1 મહિનાથી ઘરે ગઈ નથી. તે સેન્ટરમાં જ રહે છે. તેનો 4 વર્ષનો દીકરો પણ છે. તે ફોન પર તેના દીકરાને બહાના બનાવીને સમજાવે છે ક મમ્મા સ્કૂલ આવી છે અને હોમવર્ક કર્યું નથી તો સજા મળી છે તેથી મમ્મા ઘરે આવી શકે એમ નથી. પરિવારના લોકો હેરાન છે. હવે તેમનો ડર ઓછો થયો છે. નર્સ કહે છે કે અહીં આવેલા લોકોને મુશ્કેલી ન આવે તે માટે તેઓ ખ્યાલ રાખે છે. જો કોઈ અગ્રેસિવ થાય તો 2-3 દિવસમાં મિક્સ થઈ જાય છે. 

બાળકો માટે ચીનમાં નથી મળી રહ્યું દૂધ

ચીનથી આવેલા કોરોના દર્દીનું કહેવું છે કે ચીનમાં 1 વર્ષની બાળકીને માટે દૂધ અને ખોરાકની વ્યવસ્થા કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ઈન્ડિયન એમ્બેસીએ સાથ આપ્યો અને અમે ચીનથી ફ્લાઈટ લઈને અમે પરત આવ્યા. અહીં ખાવાનું અને બેબી ફૂડ પણ સરળતાથી મળી રહ્યું હતું. અહીં આ દિવસો નીકળી જવાનું કારણ સારો સ્ટાફ અને સુવિધાઓ હતી. મેડિકલ ફેસિલિટી પણ દરેક સમયે મળી રહેતી. કેમ્પમાં આવ્યાના 14 દિવસ બાદ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા ત્યારે થયું કે જાણે 14 વર્ષનો વનવાસ પૂરો થયો હોય.

નોંધ - તમામ ફોટો પ્રતિકાત્મક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ