બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / corona-crisis-more-than-40-countries-come-forward-to-help-india-try-to-buy-four-lac-remedesvir-vials-from-egypt

કોવિડ 19 / કોરોના સંકટમાં વિશ્વ ભારતની મદદે દોડ્યું, એક બે નહીં પૂરા 40 દેશોએ કરી આ મદદ

Nirav

Last Updated: 09:09 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેના લીધે સામાન્ય પ્રજાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, હાલમાં ઘણા રાજ્યોમાં અને શહેરોમાં ઓક્સિજન, બેડ, આઇસીયુ વગેરેની અછત ઊભી થઈ છે, આવી સ્થિતિમાં દુનિયાના 40 જેટલા દેશોએ ભારતને મદદ જાહેર કરી છે.

  • કોરોના સંકટમાં ભારતને મળી સહાયતા 
  • વિવિધ 40 જેટલા દેશોએ જાહેર કરી સહાય 
  • મેડિકલ સપ્લાય અને ઉપકરણો મોકલીને કરી મદદ

ભારતમાં કોરોના રોગચાળાને પહોંચી વળવા 500 થી વધુ ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ, 4000 ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ, 10,000 ઓક્સિજન સિલિન્ડર વિશ્વના વિવિધ ભાગોથી આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 40 દેશોએ મદદની ઓફર કરી છે. રશિયાથી બે વિમાન આવ્યા છે, જ્યારે ત્રણ વધુ વિમાન અમેરિકાથી આવી રહ્યા છે.

ઈજિપ્તથી આવી શકે છે 4 લાખ જેટલા રેમડેસિવીર

વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત ઇજિપ્તમાંથી રેમડેસિવીરની 4,00,000 શીશીઓ ખરીદવાનું કામ કરી રહ્યું છે. રેમડેસિવીરનો સ્ટોક યુએઈ, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાનમાં પણ છે અને સરકાર તેમના સંપર્કમાં છે. ગુરુવારે યોજાયેલી વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવે કહ્યું કે કોરોના ચેપને કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા, રશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UAE, ગલ્ફ દેશો સહિત 40 દેશો તરફથી સહકાર આપવામાં આવ્યો છે, જેમાં પડોશી દેશો પણ સામેલ છે.

વિદેશ સચિવે આપી જાણકારી 

શૃંગલાએ જણાવ્યું હતું કે સરકાર મુખ્યત્વે ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટ, ઘટક ઓક્સિજન સિલિન્ડર, ક્રાયોજેનિક ટેન્કર સહિતના પ્રવાહી ઓક્સિજન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેડિકલ સપ્લાયની સીધી ખરીદી અને અન્ય માધ્યમથી પણ કરવામાં આવી રહી છે.

શુક્રવારે બે વિમાન અમેરિકાથી પહોંચશે

વિદેશ સચિવે જણાવ્યું હતું કે ત્રણ વિશેષ વિમાનોના માધ્યમથી યુનાઇટેડ સ્ટેટ્સમાંથી મોટી ક્વોન્ટિટીમાં મેડિકલ સહાય સામગ્રી આવી રહી છે, જેમાંથી બે શુક્રવારે પહોંચશે.

રશિયા તરફથી બે વિમાનોની સામગ્રી મોકલાઈ 

રશિયાએ ગુરુવારે ભારતને અંદાજે  20 ટન જેટલી મેડિકલ સામગ્રી પણ મોકલી છે, જેમાં ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ, વેન્ટિલેટર અને દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિશ્વના ઘણા દેશોએ રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતને સહાય પહોંચાડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ