બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy has arisen over prasadi in Ambaji temple
Last Updated: 10:20 AM, 4 March 2023
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. તો ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
યજ્ઞેશ દવેએ કર્યું ટ્વિટ
યજ્ઞેશ દવેએ આ મામલે એક ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, 'એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ.'
એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ
— Dr.Yagnesh Dave (@YagneshDaveBJP) March 4, 2023
ચીકીના પ્રસાદ અંગે કલેક્ટરનું નિવેદન
મંદિરમાં ચીકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે જણાવ્યું કે, પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.
ઉગ્ર આંદોલનની ઉચ્ચારી હતી ચીમકી
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ ગઈકાલે અંબાજી ગામના લોકો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પ્રસાદ ફરી ચાલુ નહી થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય
અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પુરતી તો બંધ કરવામાં આવી છે.
મોહનથાળનું મહત્વ શું?
- મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ જૂની
- મોહનથાળ જ માતાજીના પ્રસાદની આગવી ઓળખ
- મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે પ્રસાદની પરંપરા
- મોહનથાળના પ્રસાદ સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી
- વર્ષોની પરંપરા મુજબ માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બને છે
- ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી
- મોહનથાળના પ્રસાદમાં કોઈ કેમિકલ કે રંગ નાખવામાં આવતો નથી
- કેમિકલ અને રંગ વિના પ્રસાદ સ્વાદિષ્ટ બને છે
- પ્રસાદમાં ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.