બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Controversial comments of Kirit Patel and Bhupat Bhayani, then why Sufiani talks?

મહામંથન / કિરીટ પટેલ અને ભૂપત ભાયાણીની વિવાદિત ટિપ્પણી, પછી સુફિયાણી વાતો કેમ?

Dinesh

Last Updated: 08:41 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાત સહિત દેશના રાજકારણમાં એક અયોગ્ય કહી શકાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં પહેલા કોઈ વ્યક્તિ કે સમુદાયનું હનન થાય તેવા શબ્દો ઉચ્ચારવા અને પછી સુફિયાણી વાત કરતા એમ કહેવું કે મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહતો.

આપણે ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભળીએ છીએ કે તીર કમાનમાંથી છૂટી ગયું. વડીલોની સલાહ એટલા માટે હોય છે કે બોલતા પહેલા કે કોઈપણ કાર્ય કરતા પહેલા વિચાર કરી લેવો. જો કે નેતાઓ આવો કોઈ વિચાર કરતા નથી. નેતાઓ ફાવે એમ નિવેદન પણ કરે છે અને પછી એકદમ ડાહ્યા ડમરા થઈને નિવેદનની માફી પણ માગી લે છે. ગુજરાત સહિત દેશના રાજકારણમાં એક અયોગ્ય કહી શકાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં પહેલા કોઈ વ્યક્તિ કે સમુદાયનું હનન થાય તેવા શબ્દો ઉચ્ચારવા અને પછી સુફિયાણી વાત કરતા એમ કહેવું કે મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહતો. મોટેભાગે નેતાઓની એવી હથોટી પણ બેસી ગઈ હોય છે કે તેમના નિવેદનને લોકો ઝડપથી ભૂલી પણ જાય. આપણે જવાબદાર માધ્યમ તરીકે એ સવાલ ચોક્કસ પૂછીશું કે જે જાહેર જીવનમાં છે તે પોતાની ભાષા કે શબ્દો ઉપર કાબૂ કેમ ન રાખી શકે. નેતાઓના ઉદાહરણ જનતા આપતી હોય ત્યારે નેતાનું અનુકરણ ઉદાહરણરૂપ કેમ નથી. બીજાને નીચા બતાવીને ક્ષણિક પબ્લિસિટી મેળવી લેવાનું ચલણ કેટલું ખતરનાક છે, પહેલા બોલવું અને પછી માફી માગવી એ ટ્રેન્ડ બંધ ક્યારે થશે

મન ફાવે એમ બોલવાનું ?

નેતાઓના અમર્યાદ બોલ યથાવત રહ્યાં છે. નેતા અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે. અસભ્ય શબ્દો બદલ વિવાદ થાય એટલે માફી માગે છે. નેતાના ભાથામાંથી અભદ્ર શબ્દોના તીર સતત છૂટે છે પણ નેતાઓની જીભ બેકાબૂ કેમ બની રહી છે? અન્ય વ્યક્તિ કે સમુદાયનું ચરિત્રહનન કરવું કેટલું યોગ્ય? નેતાઓ જોખી-તોળીને કેમ નથી બોલતા? નેતાઓના શબ્દોથી મહાભારત કેમ થાય?

તાજેતરમાં ક્યા નેતા વિવાદીત નિવેદનથી ચર્ચામાં?

AAP છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણી
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ

બંને નેતાઓ ચર્ચામાં કેમ?

ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગે અસભ્ય શબ્દો ઉચ્ચાર્યા છે. નિવેદન સામે હોબાળો થતા ભૂપત ભાયાણીએ માફી માગી છે. ભાયાણીએ એવી વાત કરી કે કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહતો. તેઓ રાહુલ ગાંધી અને PM મોદીની સરખામણી કરવા માગતા હતા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પણ અસભ્ય શબ્દો ઉચ્ચાર્યા હતાં. કિરીટ પટેલે ચોક્કસ સમાજની મહિલાઓ અને દિવ્યાંગજન માટે અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા છે. હોબાળો થતા કિરીટ પટેલે પણ માફી માગી છે. 

વાંચવા જેવું: 121 કરોડની વસ્તુઓ જપ્ત, ગુજરાતમાં કેટલા મતદારો, ક્યાં સૌથી વધુ, કેવું આયોજન, તમામ પ્રશ્નોનો જવાબ એક ક્લિકમાં

નિવેદન બાદ શું થયું?

ભૂપત ભાયાણી સામે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે ભૂપત ભાયાણીને આવા શબ્દો શોભતા નથી. 20 વર્ષથી જાહેરજીવનમાં હોય તે આવા શબ્દો ન ઉચ્ચારે, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમખે ભૂપત ભાયાણી સામે ફરિયાદ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને દિવ્યાંગ અધિકાર મંચની ચેતવણી આપી છે. દિવ્યાંગ અધિકાર મંચે ભાજપ સામે કાળા વાવટા ફરકાવવાની ચેતવણી આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ