બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Constant weight gain due to thyroid? So don't worry, lose weight fast like this

હેલ્થ ટિપ્સ / થાઇરોઇડના કારણે સતત વજનમાં થઇ રહ્યો છે વધારો? તો ચિંતા ન કરો, ફટાફટ આ રીતે કરો વેઇટ લોસ

Megha

Last Updated: 11:37 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ સવારે ધાણાનું પાણી પીવાથી માત્ર થાઇરોઇડના લક્ષણો જ નહીં પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્યને પણ સુધારી શકાય છે. જાણો તેના અદ્ભુત ફાયદાઓ-

  • ઓછું ખાધા પછી પણ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે?
  • સમજી લો કે તમે થાઈરોઈડના શિકાર બની ગયા છો
  • પુરૂષો કરતાં સ્ત્રીઓમાં 10 ગણી વધુ થાઈરોઈડની ફરિયાદ હોય છે

ખરાબ લાઈફસ્ટાઈલ કારણે લોકોને આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓછું ખાધા પછી પણ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે અથવા 30 વર્ષની ઉંમરે 50 વર્ષ જેવા દેખાવવા લાગ્યા છો તો સમજી લો કે તમે થાઈરોઈડના શિકાર બની ગયા છો. પુરૂષો કરતાં સ્ત્રીઓમાં 10 ગણી વધુ થાઈરોઈડની ફરિયાદ હોય છે. થાઇરોઇડ એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે, જે વ્યક્તિની ગરદનની સામે સ્થિત છે. તે શરીરની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ઘણા હોર્મોન્સ ઉત્પન્ન કરવા ઉપરાંત માનવ શરીરની વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓમાં મદદ કરે છે.

થાઇરોઇડમાં ધાણાના બીજનું પાણી અમૃત સમાન 
જો કે જ્યારે હોર્મોન ઉત્પાદનમાં અસંતુલન હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ સમસ્યાઓનો સામનો કરી શકે છે. થાઇરોઇડ અસંતુલન બે પ્રકારના હોય છે, હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ. વિટામીન B-12 ની ઉણપ, આયોડીનનું વધુ પડતું સેવન, ગ્રંથિમાં કેન્સરની વૃદ્ધિ, ગ્રંથિની બળતરાને કારણે આ સ્થિતિ ઊભી થઈ શકે છે. થાઇરોઇડ માટે ધાણાના બીજનું પાણીને અમૃત ગણવામાં આવે છે. ચાલો જોઈએ આ પણઇ કેવી રીતે તૈયાર કરવું અને તેના ફાયદા શું છે. 

ધાણાનું પાણી પીવાના ફાયદા
નિષ્ણાતો કહે છે કે ધાણાનું પાણી થાઈરોઈડના દર્દીઓ માટે અમૃત સમાન છે. તે ડાયાબિટીસ , કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, અપચો, હોર્મોનલ અસંતુલન, એસિડિટી અને અતિશય તરસ જેવા ઘણા લાઈફસ્ટાઈલ રોગો માટે આયુર્વેદિક ડિટોક્સ તરીકે પણ સારી રીતે કામ કરે છે. જો કે લોકો નિયમિતપણે થાઈરોઈડ ઘટાડવા માટે દવાઓ લેતા હોય છે , પરંતુ થાઈરોઈડના બંને પ્રકારના અસંતુલનની સારવાર ધાણાના પાણીથી કરી શકાય છે.

થાઇરોઇડ માટે કોથમીરનું પાણી કેવી રીતે બનાવવું
ધાણાનું પાણી બનાવવા માટે 1 ચમચી કોથમીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. તે ઠંડું થયા પછી તેને ગાળીને પી જાઓ. તમને જણાવી દઈએ કે આ તમારા મેટાબોલિઝમને ખૂબ જ ઝડપથી વધારે છે.

દરરોજ સવારે થાઇરોઇડનું પાણી પીવાથી માત્ર થાઇરોઇડના લક્ષણોમાં ઘટાડો થતો નથી પરંતુ એકંદર આરોગ્યને પણ પ્રોત્સાહન મળે છે. ધાણાની ઓર્ગેનિક પ્રકૃતિને કારણે તમે વધુ સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો. કોથમીરનું પાણી પીવાથી તમને તાજગીનો અહેસાસ તો થશે જ પરંતુ તેનાથી થાઈરોઈડ સહિતની અનેક બીમારીઓ પણ દૂર થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Thyroid Thyroid disease health tips થાઇરોઇડ ધાણાના પાણીના ફાયદા ધાણાનું પાણી Thyroid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ