બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress state president Shaktisinh Gohil made serious allegations against the police

રાજકારણ ગરમાયું / તાલુકા પંચાયતની ચૂંટણી : 'કલોલમાં અમારી બહુમતી છે એટલે 3 સભ્યોને પોલીસ ઉઠાવી ગઇ', શક્તિસિંહનો ગંભીર આક્ષેપ

Malay

Last Updated: 10:32 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Allegation of Shaktisinh Gohil: કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો વીડિયો શેર કરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો આક્ષેપ.

  • કોંગ્રેસના સભ્યો સાથે બળજબરી 
  • બળજબરી પૂર્વક બેસાડ્યા ગાડીમાં 
  • બસમાંથી ઉતારીને પરાણે ગાડીમાં બેસાડ્યા 
  • કેમ કરવામાં આવી રહી છે બળજબરી?

કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હોવાનો શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પોલીસ હેરાન પરેશાન કરી રહી છે. કોંગ્રેસ પાસે 15 અને ભાજપ પાસે 11 સભ્યો હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે. 

વીડિયો શેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ
કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહ ગોહિલે વીડિયો પણ શેર કર્યો છે. તેઓએ 'X' (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ જઈ રહી છે, કારણ કે બહુમતી કોંગ્રેસ પાસે છે. આજે મતદાન છે. જુઓ વીડિયો. 

રાષ્ટ્રપતિને આવેદન આપવાની ઉચ્ચારી ચીમકી
વધુમાં તેઓએ લખ્યું છે કે, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવાથી પોલીસ ગઈકાલ રાતથી કોંગ્રેસ સભ્યોને હેરાન કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલજી જો આવી કનડગત બંધ નહીં થાય તો આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપીશું. કલોલના સભ્યો હોય કે સિહોરના તેમને પોલીસ કેમ હેરાન કરી રહી છે?

આ લોકશાહીની હત્યા છેઃ શક્તિસિંહ ગોહિલ
તો મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. કલોલમાં અમારી બહુમતી છે. કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીની હત્યા છે. મારી પાસે વીડિયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજી જવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની ગરીમા જાળવીએ છીએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ